| | |

નગરમાં મૂળજી જેઠા ધર્મશાળા માર્ગે જંતુનાશક દવા છંટકાવ કરવા માંગ

જામનગર તા. ૧૦ઃ જામનગરમાં ખંભાળીયા નાકા બહાર પવનચક્કી માર્ગે જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે મ્યુનિ. કમિશ્નર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

મૂળજી જેઠા ધર્મશાળા રોડ ઉપરના જુદા-જુદા એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ મ્યુનિ. કમિશ્નરને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, આ વિસ્તારમાં પરિશ્રમ, સંગમ હિલ્સ, ધનલક્ષ્મી તથા વિનસ સહિતના એપાર્ટમેન્ટમાં અનેક લોકો વસવાટ કરે છે.

હાલ શહેરમાં રોગચાળો વકરી રહ્યો હોય ત્યારે આ વિસ્તારના ખૂલ્લા પ્લોટ ગંદકીથી ખદબદી રહ્યાં છે. તેની સઘન સફાઈ કરાવી જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ.

નવીનચંદ્ર લખીયર સહિતનાઓ દ્વારા મ્યુનિ. કમિશ્નરને પત્ર પાઠવી આ મુદ્દે રજૂઆત કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit