Advertisement

દ્વારકા શહેર ભાજપ કારોબારી સમિતિની બેઠક સંપન્ન

દ્વારકા તા. ૨૧ઃ દ્વારકાના હિરબાઈ હોલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારકા શહેરની કારોબારી મિટિંગ યોજાઈ હતી. દ્વારકા શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ બુજડ દ્વારા મિટિંગમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કોરોનાકાળમાં કરાયેલ લોકસેવાને યાદ કરતા ભાજપ હંમેશાં પ્રજાના પ્રશ્ને ખડેપગે રહ્યો હોવાનું જણાવ્યું હતું. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવનાર હોય, તે પહેલા જ ભાજપ સંગઠનને વધુ મજબૂતીકરણ, પેઈજ પ્રમુખની ડિજિટલ નિમણૂક સહિતના મુદ્દે અગ્રણીઓ દ્વારા ચર્ચા-વિચારણા કરાઈ હતી.

બેઠકમાં બૃહદ સંકલન સમિતિ સભ્ય તથા ઓખા ચૂંટણી ઈન્ચાર્જ સહદેવસિંહ પબુભા માણેક, જિલ્લા ભાજપ મહામંત્રીઓ શૈલેષભાઈ કણઝારિયા તથા યુવરાજસિંહ વાઢેર, પૂર્વ જિ.પં. અધ્યક્ષ પાલાભાઈ કરમૂર, જામનગર મહામંત્રી મેરામણભાઈ ભાટુ, પૂ.તા.પં. પ્રમુખ દ્વારકા-મસરીભાઈ નંદાણિયા, ભાજપ જિ.મં. દ્વારકા પરબતભાઈ ભાદરકા, જિ. ભાજપ કાર્યા. મંત્રી કિરીટભાઈ ખેતિયા, દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, ઉ.પ્ર. પ્રકાશભાઈ વાઘેલા, દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપપ્રમુખ નયનાબા રાણા, જિ.મંત્રી રમેશભાઈ હેરમા, દ્વારકા શહેર ભાજપ પ્રભારી મોહનભાઈ બારાઈ તથા લલિતભાઈ સોનગરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ ઝાખરિયા તેમજ સંગઠનના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit