ખેતર ફરતે વીજ કરન્ટવાળી ફેન્સીંગ સામે ગુન્હો નોંધાશે

જામનગર તા. ૪ઃ જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેતરો ફરતે પાકના રક્ષણ માટે વીજ કરન્ટવાળી ફેન્સીંગ લગાવવામાં આવે છે. જેના કારણે માનવીઓ તથા પ્રાણીઓના વીજ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. આથી પીજીવીસીએલના અધિક્ષક ઈજનેરે તાકીદ કરી જણાવ્યું છે કે વીજ જોડાણમાંથી ફેન્સીંગમાં કરન્ટ મૂકવો તે ગેરકાયદેસર છે અને અન અધિકૃત છે. વીજ અધિનિયમ હેઠળ તે ગુન્હો બને છે. આ કારણોસર જો કોઈ વીજ અકસ્માત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આવા બિન અધિકૃત કરન્ટ મુકનારની કે જગ્યાના માલિકની રહેશે. તેમજ આઈપીસી મુજબ હોવાનો ગુન્હો બને છે. આ બાબતની ગંભીર નોંધ લેવા તેમણે અનુરોધ કર્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit