રાવલમાં દ્વારકા જિલ્લાની વિશ્વ હિન્દુ પરિષદની કારોબારી યોજાઈ

રાવલ તા. ૧ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદની કારોબારીની બેઠક રાવલમાં મનસુખભાઈ બારાઈના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિશ્વ હિન્દુ પરિષદની કારોબારીની બેઠક રાવલમાં યોજવામાં આવી હતી. જેમાં ભાવિ કાર્યક્રમો તથા સંગઠનને લગતી બાબતોની વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમજ દરેક મંડળના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.

આ બેઠક મનસુખભાઈ બારાઈના અધ્યક્ષસ્થાને રાવલમાં મળી હતી. જેમાં ગુજરાત પ્રદેશના રાજકોટમાં પ્રાંત મહામંત્રી ભૂપતભાઈ ગોવાણીએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં ૧૪મી ઓગસ્ટની ઉજવણી, જન્માષ્ટમી તથા રક્ષાબંધન ઉત્સવોની ઉજવણી તેમજ ભવિષ્યમાં યોજાનાર વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

આ બેઠકમાં કલ્યાણપુર તાલુકો (રાવલ મંડળ) ના હોદ્દેદારોની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે પૂંજાભાઈ સુવા, કાર્યકારી પ્રમુખ તરીકે જેઠાભાઈ ભોચિયા (રાજપરાવાળા), મહામંત્રી તરીકે રાવલના રાકેશભાઈ લ્હેરૃ, ઉપપ્રમુખ તરીકે ભાટિયાના યુવાન કાર્યશીલ કાર્યકર નિલેશભાઈ કાનાણીની વરણી કરવામાં આવી હતી.

રાવલ શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ તરીકે રમેશભાઈ દેત્રોજા, મહામંત્રી તરીકે મનોજભાઈ બુદ્ધભટ્ટી, ઉપપ્રમુખ તરીકે નારણભાઈ ગામી તથા નાગાભાઈ ઓડેદરાની વરણી કરવામાં આવી હતી.

રાવલ શહેર બજરંગદળના સંયોજક તરીકે મનોજભાઈ સોલંકી, તથા સહ-સંયોજક તરીકે જયભાઈ નિમાવતની વરણી કરવામાં આવી હતી. રાવલ શહેર દુર્ગાવાહિનીના સંયોજીકા તરીકે શ્રીમતી લીનાબેન આર. લ્હેરૃની વરણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે બજરંગદળના પ્રાંત સંયોજક રવીરાજસિંહ જાડેજા, વિભાગ મંત્રી વિશાલભાઈ ખખ્ખર, વિભાગ સંગઠન મંત્રી ભાષ્કરભાઈ મકવાણા, પ્રવિણસિંહ કંચવા, બજરંગ દળના જિલ્લા સંયોજક અજયભાઈ કારાવદરા, સંગીતાબેન ભટ્ટ, યોગેશભાઈ જોશી, કેતનભાઈ બુદ્ધભટ્ટી, રસીકભાઈ થાનકી તથા જિલ્લાના આગેવાનો તથા કાર્યકરો હાજર રહ્યાં હતાં.

આભારદર્શન નીતિનભાઈ કોટેચાએ કર્યુ હતું. સંચાલન જિલ્લા મહામંત્રી દિપકભાઈ જાનીએ કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના સંયોજક જગદીશભાઈ ગોસ્વામી તથા સચિનભાઈ અગ્રાવતએ જહેમત ઉઠાવી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit