જી-ર૦ ના દેશોની આજે કોરોના અંગે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકઃ મોદીએ વ્યક્ત કર્યો આશાવાદ

નવી દિલહી તા. ર૬ઃ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જી-ર૦ ના દેશોની બેઠક ભારતની પહેલથી યોજાઈ રહી છે, જેમાં કોરોના સામે સહિયારા અને મક્કમ કદમ ઊઠાવવાની રણનીતિ નક્કી થશે.

કોરોના વાઈરસ મહામારીથી ઝઝૂમી રહેલા દુનિયાને બચાવા માટે આજે જી-ર૦ ના દેશ 'વર્ચુઅલ' બેઠક કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર આ અભૂતપૂર્વ બેઠકમાં ચર્ચાનો વિષય કોરોના વાઈરસની સામે ચાલી રહેલ વૈશ્વિક જંગમાં જીત માટે વિજયી રણનીતિ બનાવાનું છે.

કહેવાય છે કે વડાપ્રધાન જી-ર૦ દેશોની સાથે પોતાની રણનીતિ શેર કરશે. કોરોનાને નાથવા માટે દુનિયા આખી તેની સામે જંગ લડી રહ્યું છે, ત્યારે મોદીની પહેલ પર દુનિયા આખીમાં ભારતના નામનો ડંકો વાગશે તેવી ચર્ચા છે. ડબલ્યુએચઓ એ પણ ભારતના લોકડાઉનના વખાણ કર્યા છે. વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાનાર જી-ર૦ દેશોની વાર્તાને લઈ ખુબ જ આશાવાન છે. મોદીએ બુધવારના ટ્વિટ કરીને કહ્યું હતું કે કોવિડ-૧૯ મહામારીને ઉકેલવા માટે જી-ર૦ ની એક અગત્યની વૈશ્વિક ભૂમિકા છે. પીએમ મોદીએ કહ્યું કે તેઓ 'જી-ર૦ વર્ચુઅલ સમિટ'માં સકારાત્મક વાતચીત પ્રત્યે આશાવાન છે જેનો સમન્વય અધ્યક્ષ દેશ સાઉદ્દી અરબ કરી રહ્યું છે.

આ બેઠકમાં દુનિયાના ૧૯ ઔદ્યોગિક દેશ અને યુરોપિયન સંઘના નેતા વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વૈશ્વિક કોરોના વાઈરસ મહામારીની વિરૃદ્ધ કાર્ય યોજના તૈયાર કરવા પર ચર્ચા કરશે. સાથોસાથ દુનિયાભરના અર્થતંત્ર પર પડી રહેલા તેના દુષ્પ્રભાવને ખત્મ કરવા પર યોજના તૈયાર કરશે, જો કે કોરોના સંકટના લીધે દુનિયાભરમાં આર્થિક મંદીની આશંકા ઘેરાવા લાગી છે. વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે કોરોના વાઈરસ સંકટના લીધે જી-ર૦ ગ્રુપ દેશોમાં આ વર્ષે મંદી આવવાના એંધાણ વ્યક્ત કર્યા છે.

આ વર્ચુઅલ મિટિંગ ગયા સપ્તાહે સાઉદ્દી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને પીએમ મોદીની વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત પછી થવા જઈ રહી છે. આ આખી બેઠકનું સમન્વય સાઉદ્દી અરબ કરી રહ્યું છે. પીએમ મોદીએ આ સંબંધમાં ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન સાથે પણ ચર્ચા કરી હતી. જી-ર૦ દેશોની આ બેઠક એવા સમય પર થઈ રહી છે જ્યારે દુનિયાના ૧૯૮ દેશોમાં કોરોના વાઈરસથી અત્યાર સુધીમાં ર૧,૦૦૦ લોકોના જીવ ગયા છે. આ સંકટથી ઉકેલવા માટે ભારત સહિત દુનિયાના કેટલાય દેશોમાં લોકડાઉન છે.

ઉલ્લેખનિય છે કે આગામી પીએમ મોદીએ સાર્ક દેશોની સાથે પણ આ પ્રકારની બેઠક કરી હતી. મોદીએ આ બેઠક કરતા દુનિયાભરના ભારતના નામનો ડંકો વાગ્યો હતો. અત્યાર સુધી અમેરિકા, બ્રિટન જેવા દેશ જી-ર૦ ના લીડર તરીકે સામે આવ્યા હતાં, પરંતુ હવે કોરોનાથી ઝઝૂમી રહેલા ભારતે લફડરશીપની જવાબદારી ઊઠાવી છે. જી-ર૦ દેશોમાં ભારત સિવાય ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, બ્રાઝીલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ઈન્ડોનેશિયા, ઈટલી, જાપાન, કોરિયા, મેક્સિકો, રૃસ, સાઉદ્દી અરબ, દક્ષિણ આફ્રિકા, બ્રિટન, અમેરિકા અને યુરોપિયન સંઘ છે.

close
Nobat Subscription