Advertisement

જામનગર જિલ્લાની પાણી સમિતિની બેઠકઃ તમામ તાલુકાઓમાં પાણીની સ્થિતિ અંગે સમીક્ષા

જામનગર તા. ર૯ઃ જામનગર જિલ્લાની પીવાના પાણી સમિતિની અને અછત અંગેની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડમાં કલેક્ટર શ્રી સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતી. આ બેઠકમાં જામનગર શહેર અને નગરસીમ વિસ્તાર તથા જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલની પીવાના પાણીની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

જામનગર જિલ્લાના ર૧૭ ગામોમાં નર્મદા પાઈપલાઈનથી, ૩૦ ગામોને ડેમ આધારિત યોજના દ્વારા આમ કુલ ર૪૭ ગામોમાં જૂથ યોજના મારફત તથા ૧૬૯ ગામોને વ્યક્તિગત બોર/કૂવા આધારિત યોજનામાંથી પાણી આપવામાં આવે છે અને જૂથ યોજનાની પાઈપલાઈન કનેક્ટિવીટી ન હોય તેવા ૧ ગામ અને ૮ પરા વિસ્તારોમાં દસ હજાર લિટરના કુલ ૩૧ પેરા ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવે છે. જામનગર જિલ્લાના તમામ ચીફ ઓફિસરોએ પોતાના વિસ્તાર લગત હાલ પાણીની પરિસ્થિતિ અંગે કોઈ સમસ્યા ન હોવાનું જણાવ્યું હતું. જિલ્લામાં હાલ ડેમોમાં પાણીનો જથ્થો છે. કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે, જે ડેમોમાં પાણી ખૂટી જશે તેના આધારિત યોજનાઓના ગામો અને શહેરોને નર્મદા પાઈપલાઈન દ્વારા પાણી આપવામાં આવશે. બેઠકમાં જામનગર જિલ્લાના ગામ-પરાઓમાંના જામનગર તાલુકાના ર ગામ અને ૯ પરા વિસ્તારમાં પાણીના ટેન્કરો મંજૂરી આપવામાં આવેલ હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, પાણી સમિતિના સભ્યો તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit