| | |

સેવા દરમ્યાન કે નિવૃત્તિ પછી

શારીરિક ક્ષતિગ્રસ્ત સૈનિકોના બાળકોને સ્કોલરશીપ યોજના અંગે સૂચનાજામનગર તા. ૨૩ઃ સેવા દરમિયાન કે નિવૃત્તિ પછી શારીરિક ક્ષતિગ્રસ્ત થયેલા સૈનિકોના બાળકો કે જેઓ કોલેજ અને એન્જિનિયરીંગ/એમ.ડી./બી.બી.એ./એમ.બી.એ. વગેરેમાં અભ્યાસ કરી રહ્યા છે તેઓને છઉઉછ  તરફથી દરેક કમાન્ડમાં સૌથી વધારે તેજસ્વી એવા એક સંતાનને રૃા. ૫૦,૦૦૦ અને શારીરિક ક્ષતિગ્રસ્ત થયેલા સૈનિકોના સંતાનોને રૃા. ૧,૦૦,૦૦૦ આપવામાં આવે છે. આ સ્કોલરશીપનો લાભ મેળવવા ઈચ્છતા અને લાયકાત ધરાવતા જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વસવાટ કરતા શારીરિક ક્ષતિગ્રસ્ત પૂર્વ સૈનિકો/સ્વ.સૈનિકોના પરિવારના બાળકોએ ટ્ઠુુટ્ઠ.ર્ખ્તિ.ૈહ ની વેબસાઈટ પરથી માહિતી મેળવી અરજી કરવાની રહેશે.

આ બાબતે વધારે માહિતીની તેમજ અન્ય સહાયની જાણકારી માટે આવશ્યકતા જણાય તો જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના ફોન નં. ૦૨૮૮-૨૫૫૮૩૧૧ પર સંપર્ક કરવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી જામનગરની યાદીમાં જણાવ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit