જનજાગરણ સમિતિ મતદાર યાદીના ગોટાળાનો કરશે પર્દાફાશઃ પાલિકાતંત્રમાં મચી દોડધામ

ખંભાળીયા તા. ૧૭ઃ ખંભાળીયા પાલિકાની મતદાર યાદીમાં ગરબડ ગોટાળાનો પર્દાફાશ જનજાગરણ સમિતિ કરશે, તેવા સંકેતો મળતા પાલિકા તંત્રમાં દોડધામ વધી ગઈ છે.

ખંભાળીયા પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલી શહેરની સાત વોર્ડની મતદાર યાદીમાં ગોટાળા કરવામાં આવતા આ મુદ્દે પાલિકા વિપક્ષના અગ્રણી સુભાષ પોપટની ફરિયાદ, વિક્રમભાઈ માડમની મિટિંગ તથા કાનૂની લડતની તૈયારી તથા આ પછી ખંભાળીયાના જનજાગરણ સમિતિના નટુભાઈ ગણાત્રા દ્વારા જાહેરમાં મતદારયાદીના ગોટાળાનો જાહેર પર્દાફાશ થશે તેમ જણાવતા પાલિકા સત્તાધીશોમાં દોડધામ મચી ગઈ છે.

નિયમ મુજબ એક વોર્ડમાં ૨૫-૫૦ મતદારો ઘરે તો નજીકના વોર્ડના નખાય તથા નદી ઓળંગાય નહીં બહુ દૂર ના થાય તે જોવાને બદલે ખંભાળીયા વોર્ડ-૪માં વોર્ડ-૧ના મતદારો નાખવામાં આવ્યાનું બહાર આવ્યું છે.

એક વિપક્ષી નેતાના જણાવ્યા પ્રમાણે આ મતદાર યાદી કૌભાંડની ખરેખરી તપાસ થાય તો કેટલાક પાલિકાકર્મીઓને પણ છાંટા ઉડે તેવું છે. આ બાબતે નટુભાઈ ગણાત્રાની જાહેરાતે અનેકને દોડતા કરી દીધા છે.

close
Ank Bandh
close
PPE Kit