સૌરાષ્ટ્ર-કચ્છના ખવાસ રજપૂત સમાજની ૧૯મીએ જામનગરમાં યોજાશે બેઠક

જામનગર તા. ૧૫ઃ દેશળદેવ યુવા એજ્યુકેશન ટ્રસ્ટ-રાજકોટ દ્વારા તા. ૧૯-૧-૨૦૨૦ના બપોરે ૩ઃ૩૦ કલાકે કાશીવિશ્વનાથ મંદિરમાં જ્ઞાતિના ભાવિ પેઢીના ભવિષ્યને ધ્યાને રાખી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરની ધરોહરને જીવંત રાખવા માટે પોતાનો રાજધર્મ નિભાવી તેની રખાવટ માટે બલિદાન આપવા આપણા નરબંકા વડવાઓના ઈતિહાસ અડીખમ ઉભા છે ત્યારે સમસ્ત ખવાસ રજપૂત સમાજની અસ્મિતા, સંસ્કૃતિ અને સ્વાભિમાનની જાળવણી માટે જામનગરમાં, સૌરાષ્ટ્ર-કચ્છમાં વસવાટ કરતા જ્ઞાતિજનો માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં સમસ્ત ખવાસ રજપૂત સમાજની ભાવિ પેઢીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને અગત્યની બાબત પર ચર્ચા કરવામાં આવશે. સમસ્ત જ્ઞાતિ બંધુઓને ઉપસ્થિત રહેવા દેશળદેવ યુવા એજ્યુકેશન ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ કાનાભાઈ ચૌહાણએ અનુરોધ કર્યો છે.

close
Ank Bandh
close
PPE Kit