Advertisement

જામનગર ફાયરબ્રિગેડમાં ૪ર જવાનોની ભરતી માટેની પ્રક્રિયા આજથી શરૃ

જામનગર તા. ર૭ઃ જામનગર મહાનગર પાલિકામાં ફાયરબ્રિગેડ શાખામાં ૪ર ખાલી જગ્યા ઉપર ભરતી કરવાની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકાની ફાયરબ્રિગેડ શાખામાં ૪ર જગ્યા ખાલી હોવાથી તેની ભરતી પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે. આ માટે ૪૭૮ ઉમેદવારો વિવિધ ટેસ્ટ આપી રહ્યા છે. આજથી શરૃ થયેલ ભરતી પ્રક્રિયા ચાર દિવસ સુધી ચાલનાર છે. જેમાં દરરોજ ૧રપ ઉમેદવારોને બોલાવવામાં આવનાર છે.

આજથી આ પ્રક્રિયા સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં શરૃ કરવામાં આવી છે. જેમાં તરણ અને ફિઝિકલ સહિતની ટેસ્ટ લેવામાં આવી રહી છે. નાયબ મ્યુનિ. કમિશનર એ.કે. વસ્તાણી, આસી. કમિશનર ડો. ભાર્ગવ ડાંગરની દેખરેખ હેઠળ આ પ્રક્રિયા ચાલી રહી છે. તેમાં એસએસબીના અને ફાયરબ્રિગેડ શાખાના અધિકારીઓની સેવા લેવામાં આવી રહી છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit