| | |

જામનગરની એન.જી. શાહ પ્રા. શાળામાં સ્વાતંત્ર્ય પર્વઃ સ્પર્ધાઓ

જામનગર તા. ૧૧ઃ સ્વ. એચ.જી. શાહ મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી નવલબેન જી. શાહ  ગુજરાત પ્રાથમિક શાળા દ્વારા ૭૩ માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 'આઝાદી-દિન પર્વની દાદા-દાદી સંગાથે ઉજવણી' શીર્ષક હેઠળ આ કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી હતી. જેમાં આઝાદીના વિવિધ ઘડવૈયાઓની વેશભૂષામાં પરમાર અંશુમાન (પ્રથમ), બારાઈ વંશ (દ્વિતીય) અને નકુમ હરિશ્રા (તૃતીય), રાષ્ટ્રીય પ્રતીક સ્પર્ધામાં પરમાર પ્રણવ (પ્રથમ), બંસી કણઝારિયા (દ્વિતીય), ગોંડલિયા મૈત્રી (તૃતીય), રાષ્ટ્રધ્વજ સ્પર્ધામાં ભાગેશ્વરીબા જાડેજા (પ્રથમ), નકુમ કાવ્યા (દ્વિતીય), ભેંસદડિયા ધ્વનિ (તૃતીય), દેશભક્તિ ગીત સ્પર્ધામાં ધો. ૩ માં કણઝારિયા પ્રેમ (પ્રથમ), ભરડવા કિરણ (દ્વિતીય), ચૌહાણ વીર (તૃતીય), ધો. ૪ માં ચાવડા જીનલ (પ્રથમ), વાઘેલા વૈભવી (દ્વિતીય), પરમાર ખુશી (તૃતીય), ધો. પ માં રાઠોડ શિવાંશ (પ્રથમ), પારેજિયા વૈભવી (દ્વિતીય), પરમાર ખુશી (તૃતીય), ધો. ૬ માં દાણીધારિયા હિનલ (પ્રથમ), રાઠોડ શિવ (દ્વિતીય), પઢિયાર સેજલબા (તૃતીય), ધો. ૭ માં પરમાર ઋત્વી (પ્રથમ), વાજા ધારવી (દ્વિતીય), રાઠોડ મોહિત (તૃતીય), ધો. ૮ માં સોલંકી હર્ષ (પ્રથમ), પરમાર અંશ (દ્વિતીય) અને તૃતીય સ્થાન રાઠોડ મોહિતે પ્રાપ્ત કર્યું હતું. વિજેતા તમામ વિદ્યાર્થીઓને લંચ-બોક્સ, વોટર બોટલ તથા રાઈટીંગ પેડ ઈનામ સ્વરૃપે આપવામાં આવ્યા હતાં.

આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શાળા શિક્ષિકા જિજ્ઞાસાબેન, પ્રિયંકાબેન, સોનલબેન, ક્રિષ્નાબેન, નીતાબેન, લીનાબેન તથા શેમ્પુલાબેને સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીતાબેન દૂધરેજિયાએ કર્યું હતું. આ તકે ઉપસ્થિતિ વિદ્યાર્થીઓ તેમના દાદા-દાદીને આઝાદી દિન વિષે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ તકે સંસ્થાના મેને. ટ્રસ્ટી જતિનભાઈ શાહે આઝાદી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit