ગાંજાના જથ્થા સાથે બેની અટકાયતઃ દોઢ લાખનો ગાંજો કબજે

જામનગર તા. ૧૪ઃ જામનગરના બેડી વિસ્તારમાં ગઈકાલે એસઓજીએ પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવી બિહારથી ગાંજાની ડિલેવરી આપવા આવેલા શખ્સ તથા બેડીમાં તેની ડિલેવરી લેનાર શખ્સની ચોવીસ કિલો ગાંજાના જથ્થા સાથે અટકાયત કરી છે. આ શખ્સોએ એક સાગરિતનું નામ આપ્યુ છે.

જામનગરના બેડી વિસ્તારમાં રહેતા એક શખ્સ દ્વારા ગાંજાનું વેચાણ કરવામાં આવે છે અને આ શખ્સે ગાંજાનો મોટો જથ્થો મંગાવ્યો છે તેવી બાતમીના આધારે ગઈકાલે જામનગરના સ્પે. ઓપરેશન ગ્રુપે બેડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી.

તે દરમ્યાન ત્યાં આવેલા હનીફ બીલાલ દલ નામના શખ્સના ભાડુતી મકાનમાં એક પરપ્રાંતિય શખ્સ શંકા પડતા કોથળા સાથે આવતા વોચમાં ગોઠવાયેલો એસઓજીનો સ્ટાફ પ્રગટ થયો હતો. તેઓએ કોથળાની તલાસી લેતા તેમાંથી ૨૩ કિલો અને ૯૯૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. એસઓજીએ આ જથ્થો મંગાવનાર હનીફ દલ તેમજ ગાંજાની ડિલેવરી આપવા આવનાર રોશન ઉર્ફે ડેની પ્રેમ સાકી નામના નેપાળી શખ્સની અટકાયત કરી લીધી હતી. બન્ને શખ્સો સામે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધાવવામાં આવ્યો છે. એસઓજીએ રૃા. ૧,૪૩,૯૪૦નો ગાંજો, રૃા. ૮૯૦ રોકડા, એક મોબાઈલ, સુટકેસ સાથે હનીફની તેમજ એક મોબાઈલ અને રૃા. ૧૭૨૦ સાથે રોશન ઉર્ફે ડેન્નીની ધરપકડ કરી છે અને કુલ રૃા. ૧,૫૧,૧૬૦ ની કિંમતનો મુદ્દામાલ ઝબ્બે લેવામાં આવ્યો છે. ડિલેવરી આપવા આવેલા શખ્સે ઉપરોક્ત જથ્થો બિહારના સોનુ બિહારી નામના શખ્સે મોકલાવ્યો હોવાની કબુલાત આપી છે. વધુમાં જાણવા મળ્યા મુજબ ડિલેવરી મેન પાસેથી ગાંજાનો જથ્થો મેળવી બેડીનો હનીફ દલ રૃા. ૬૦૦૦ પ્રતિ કિલોના ભાવે ગાંજાનું વેચાણ કરતો હતો. પોલીસે તેની પણ પુછપરછ હાથ ધરી છે. બન્ને શખ્સને રિમાન્ડ પર લેવાની તજવીજ કરવામાં આવી છે.

close
Nobat Subscription