Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક ખલાસીનું નિપજ્યું હતું મૃત્યુઃ ૧૩નો બચાવઃ
જામનગર તા. ૪: સલાયાના વહાણ પર લીમાબંદર નજીક સોમવારે સાંજે આકાશી હુમલો થયા પછી તે જહાજમાં રહેલા એક ખલાસીનું મૃત્યુ થયું હતું. ૧૩ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. મૃતક સહિતના વહાણમાં સવાર ખલાસીઓના નામની યાદી જાહેર થઈ છે.
સલાયાનું એક વહાણ ઓમાનના દરિયાકાંઠેથી સોમવારે સાંજે નીકળ્યા પછી લીમાબંદર પાસે પહોંચ્યું ત્યારે આકાશી હુમલો થતાં આ જહાજ આગની લપેટમાં આવી ગયું હતું. જેમાં સલાયાના એક ખલાસીનું મૃત્યુ નિપજ્યું હતું અને ૧૩ ખલાસીને બચાવી લેવામાં આવ્યા હતા.
આ જહાજમાં સલીમ અબ્દુલ્લા સુંભણીયા, અસગર સલીમ ચમડીયા, અસગર જુમા જાડેજા, હનીફ સીદીક જસરાયા, જાહિદ જુસબ સંધી, કાસમ કરીમ કારા, મહેબુબ ઓસમાણ ચમડીયા, મામદ અજીઝ ભગાડ, મેરાજ જુસબ સંઘાર, મુસ્લિમ રશીદ ગંઢાર, નઈમ અજીઝ ગંઢાર, નાસીર નઝીર ભગાડ, શબ્બીરહુસેન અબ્દુલ ભાયા, તાલબ રસીદ બાલા નામના ૧૪ ખલાસી હતા. જેમાંથી નઈમ અજીઝનું મૃત્યુ નિપજ્યું છે.
ઈન્ડિયન સેઈલીંગ વેસલ્સ એસો. દ્વારા ભારત સ્થિત અમેરિકાના રાજદૂતને પત્ર લખી રજૂઆત કરાઈ છે અને ભારતના માલવાહક વહાણોને સુરક્ષિત રીતે પસાર થવા દેવા માટે સહયોગથી માગણી કરવામાં આવી છે. મૃતક ખલાસીની ત્યાં જ દફનવિધિ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial