ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા અંગે જામનગર જિલ્લા સ્તરની શિબિર

જામનગર તા. ૩ઃ શાંતિકુંજ, હરિદ્વાર દ્વારા તા. ૨૧-૯-૧૯ના દિને જામનગર જિલ્લામાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા યોજાઈ હતી. જેમાં ૧૮૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ પરીક્ષામાં જામનગર જિલ્લા તાલુકા કક્ષાએ પ્રથમ બે સ્થાને ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવાનો તથા જિલ્લા કક્ષાની શિબિરનો કાર્યક્રમ તા.૨૨-૧૨-૧૯ના દિને સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી ગાયત્રી શક્તિપીઠ, જામનગરમાં યોજાયો છે.

જિલ્લા કક્ષાની શિબિરમાં જે તે ધોરણને સંગત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાની પુસ્તિકામાંથી પ્રશ્નપત્ર કાઢવામાં આવશે. જેમાં ઉત્તર માટે ચાર વિકલ્પો આપવામાં નહિ આવે. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ બે સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શાંતિકુંજ હરિદ્વારની ચિંતન શિબિર માટે પસંદ કરવામાં આવશે. આ તમામ શિબિરો માટે પ્રવાસ, નિવાસ, ભોજન ખર્ચની વ્યવસ્થા શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગર દ્વારા કરવામાં આવશે. રાજ્યકક્ષાની શિબિર તા. ૨૯-૧૨-૧૯ ને રવિવારે જામનગરમાં ગાયત્રી શક્તિપીઠમાં જ યોજાશે. આ અંગે વિશેષ જાણકારી માટે જિલ્લા સંયોજક મનહરભાઈ જોષી (મો.નં. ૯૯૦૯૩ ૯૬૬૦૬)નો સંપર્ક કરવોે.

close
Ank Bandh
close
PPE Kit