હાલારમાં કોરોનાની તેજ રફતારઃ ર૪ કલાકમાં ૪૯ કેસઃ ૧ દર્દીનું મૃત્યુ

એડી. સેશન્સ જ્જ સહિત પરિવારના ત્રણ સભ્યો પોઝિટિવ

જામનગર તા. ૧ઃ શહેર સહિત હાલારમાં કોરોનાએ ડેરાતંબુ તાણ્યા છે અને દરરોજ વધુને વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. તેમજ સમયાંતરે દર્દીઓના મૃત્યુ પણ થઈ રહ્યાં છે. દરમિયાન ગઈરાત્રે પણ એક દર્દીનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ર૪ કલાકમાં વધુ ૪૯ કેસ નોંધાયા છે. જામનગરમાં એડી. સેશન્સ જ્જ અને તેના પરિવારના અન્ય બે લોકો પણ કોરોના સંક્રમિત બન્યા છે. આમ હાલારમાં કોરોનાનું બિહામણું સ્વરૃપ જોવા મળી રહ્યું છે. જામનગર શહેર તેમજ દેવભૂમિ દ્વારકાના સમગ્ર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને ચાર-ચાર દિવસે ૧૦૦ કેસોનો ઉમેરો થઈ રહ્યો છે. આજની સ્થિતિએ ૭પ૦ થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. હાલારમાં આજે બપોરે પૂરા થતા ર૪ કલાક દરમિયાન વધુ ૪૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં શહેરી વિસ્તારના ૩ર અને ગ્રામ્ય વિસ્તારના ૧૨ કેસનો સમાવેશ થાય છે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં પાંચ  કુલ ૪૯ પોઝિટિવ કેસમાં ર૪ મહિલાઓ અને ૨૫ પુરૃષોનો સમાવેશ થાય છે. આથી ફલીત થાય છે કે, પુરૃષો અને મહિલાઓ સરખે હિસ્સે સંક્રમિત બની રહ્યાં છે. જામનગરમાં અજમલભાઈ ચુડાસમા (૪૦) નું સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું.

જામનગરના એડી. સેશન્સ જ્જ ટી.આર. દેસાઈ ઉપરાંત તેમના માતા અને પત્ની પણ કોરોના સંક્રમિત બન્યા છે. આથી તેમની સારવાર શરૃ કરવામાં આવી છે.

આમ જિલ્લામાં કોરોનાએ તેજ ગતિ પકડી છે, અને દરરોજના ત્રણેક ડઝન કેસ નોંધાઈ રહ્યાં છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કોરોનાના સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે એક જ દિવસમાં વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે.

દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા જનકબા નવલસિંહ જાડેજા (ઉ.વ. ૬૦) કોરોના સંક્રમિતના બન્યા છે. ઉપરાંત જિલ્લાના ભાણવડ તાલુકાના ગુંદા ગામમાં આજે ચાર લોકો કોરોના સંક્રમિત બન્યા છે. જેમાં રાકેશ દામજીભાઈ પાડલીયા (ઉ.વ. ૩૮), સ્નેહ રાકેશભાઈ પાડલીયા (ઉ.વ. ૧૨), ચાંદ અનિલ લાલકીયા (ઉ.વ. ૧૪), યુગ રેનીસભાઈ અમૃતીયા (ઉ.વ. ૯)નો સમાવેશ થાય છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit