Advertisement

દ્વારકાધીશ મંદિર તથા આસપાસ દોઢસો જેટલા જવાનો સાથે ગોઠવાઈ સુરક્ષા વ્યવસ્થા

દ્વારકાધીશ મંદિરના દ્વાર આવતીકાલથી ખૂલશેઃ

દ્વારકા તા. ૧૦ઃ ગુજરાત રાજ્યમાં ઘટી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા અનલોકની ગાઈડલાઈન્સમાં વધુ છૂટછાટો જાહેર કરવામાં આવી છે. તે અંતર્ગત આવતીકાલથી સુપ્રિસદ્ધ યાત્રાધામ દ્વારકાના જગવિખ્યાત દ્વારકાધીશ મંદિરના દ્વાર પણ ભાવિકો માટે દર્શનાર્થે ખોલવામાં આવી રહ્યા છે. બે મહિના મંદિર બંધ રહ્યા પછી કાલથી ભાવિકોને મંદિરની અંદર પ્રવેશ કરીને ભગવાનના પ્રત્યેક્ષ દર્શનનો લાભ મળશે.

જિલ્લા પોલીસતંત્ર દ્વારા દ્વારકાધીશ મંદિર તથા આસપાસના વિસ્તારમાં વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ દોઢસો જેટલા જવાનો સાથેના બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.ં

જિલ્લા પોલીસવડા સુનીલ જોષી તથા મંદિર વ્યવસ્થાના ડીવાયએસપી સમીર શારડાના માર્ગદર્શન હેઠળ બે પીઆઈ, પીએસઆઈના નેજા હેઠળ દોઢસો જવાનોને ફરજ પર મુકવામાં આવ્યા છે. મંદિરની સુચારૃ વ્યવસ્થા માટે જિલ્લામાંથી નવ અને સ્થાનિક પોલીસ મથકમાંથી ત્રીસ જેટલા પોલીસ કર્મચારીઓને આ બંદોબસ્તમાં ફરજ પર મુકાયા છે.

મંદિરમાં ૪૦ એસઆરપી જવાનો, સીતેર એલઆરડી, જીઆરડી સહિતનો સ્ટાફ બંદોબસ્ત જાળવશે.

આગામી ટૂંક સમયમાં ધીરૃભાઈ અંબાણી માર્ગ પર પાલિકા સંકુલમાં મંદિર પોલીસની મહેકમ વહીવટી કામગીરી માટે કચેરી શરૃ કરવામાં આવશે.

મંદિર પાસેના સુદામા સેતુ, ગોમતીઘાટ, પાર્કિંગ પ્લોટ, કિર્તી સ્તંભ ચોકની સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવશે.આ ઉપરાંત મંદિર વ્યવસ્થાના ડીવાયએસપીની મુખ્ય કચેરી પણ કાર્યરત થશે. ડીવાયએસપી સમીર શારડાએ તમામ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit