Advertisement

ઈરાકના બગદાદમાં બોમ્બ બ્લાસ્ટઃ ૩૦ના મૃત્યુઃ ૩પ ઘાયલઃ કરૃણ દૃશ્યો સર્જાયા

આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે લીધી જવાબદારીઃ

બગદાદ તા. ર૦ઃ ઈરાકના બગદાદમાં થયેલ બોમ્બ બ્લાસ્ટ પછી કરૃણ દૃશ્યો સર્જાયા હતાં. આ હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી હતી, જેમાં ૩૦ લોકોના મૃત્યુ અને ૩પ ઘાયલ થયા હોવાના અહેવાલો છે.

ઈરાકની રાજધાનીમાં મંગળવારે એક બોમ્બ બ્લાસ્ટ થયો છે, તેમાં ૩૦ લોકોના મૃત્યુ થયા છે. એક ટેલિગ્રામ ગ્રુપ પર પોતાનો મેસેજ મોકલીને આ હુમલાની જવાબદારી લેતા આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે જણાવ્યું કે, અબુ હમજા અલ નામના હુમલાખોરે સોમવારે બગદાદના શહેરમાં ભીડની વચ્ચે જઈને વિસ્ફોટ કર્યો. જેમાં ૩૦ લોકોના મૃત્યુ થયા અને ૩પ લોકો ઘાયલ થયા છે.

એક ફોટોગ્રાફરના જણાવ્યા મુજબ આ બ્લાસ્ટ બગદાદમાં તાજેતરના વર્ષોમાં થયેલા ભીષણ હુમલાઓમાંથી એક હતો. વિસ્ફોટ પછી પીડિતોના શરીરના હિસ્સા બજારમાં છૂટાછવાયેલા પડ્યા હતાં. ઈદના કારણે બજારમાં ભારે ભીડ હતી. ઈરાકના રાષ્ટ્રપતિ બરહમ સાલિહએ ગીચ વસતિ ધરાવતા શિયા ઉપનગરમાં થયેલા બ્લાસ્ટને ગંભીર ગુનો ગણાવ્યો હતો અને પોતાની સંવેદના વ્યક્ત કરી. મેડિકલ સૂત્રોના જણાવ્યા મુજબ મૃત્યુ પામનારાઓમાં આઠ મહિલાઓ અને સાત બાળકો સામેલ છે.

વિસ્ફોટ પછી સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલા વીડિયો ફૂટેજમાં લોહીથી લથપથ પીડિત અને લોકો ડરીને બૂમો પાડતા દેખાઈ રહ્યા છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે કેટલીક દુકાનોની છત પણ તૂટી ગઈ. એએફપીના પત્રકારોએ કહ્યું કે પાણીની બોટલોથી ભરેલું રેફ્રિજરેટર લોહીથી લથપથ હતું અને ફળની સાથે ચંપલ જમીન પર વેરવિખેર પડ્યા હતાં.

ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કદીમીએ બજારના ક્ષેત્ર માટે જવાબદાર સંધીય પોલીસ રેજિમેન્ટના કમાન્ડરની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેની તપાસ કરવામાં આવી રહી છે. આ વર્ષે આ ત્રીજી વખત બજારમાં બ્લાસ્ટ થયો છે. ઈસ્લામિક સ્ટેટ આ પહેલા પણ બગદાદમાં ઘણાં બ્લાસ્ટ કરી ચૂક્યું છે. આ પહેલા જાન્યુઆરીમાં ઈસ્લામિક સ્ટેટ સમૂહે એક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટની જવાબદારી લીધી. તેમાં ૩ર લોકોના મૃત્યુ થયા હતાં. તે પણ બગદાદના બજારમાં થયો હતો.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit