ખંભાળિયાઃ સેવાભાવીઓ દ્વારા ફૂડ પેકેટ વિતરણ

ખંભાળિયા તા. ર૬ઃ ખંભાળિયાના સેવાભાવી શ્રીરામ નમકીન પેંડાવાલા ભરતભાઈ મોટાણીએ તેમની દુકાનમાંથી મીઠાઈ, ફરસાણના ફૂડ પેકેટ બનાવી વિવિધ ગરીબ વિસ્તારોમાં જઈને તેનું વિતરણ કર્યું હતું. તેમની સાથે સુરેશભાઈ મોટાણી, નીતિનભાઈ સોમૈયા, દિપક મોટાણી, નીતિનભાઈ ગણાત્રા, નિકુંજભાઈ ખગ્રામ, સનિ દાવડા, ભરતભાઈ દવે વિગેરે જોડાયા હતાં.

સુરેશભાઈ મોટાણી સહિત અન્ય સેવાભાવીઓ દ્વારા ગાયોને ઘાંસચારો, હાર્દિકભાઈ મોટાણીએ કૂતરાઓને રોટલા તથા બિસ્કિટ નાખવાની વ્યવસ્થા કરી હતી.

close
Nobat Subscription