આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના ફોર્મ રજુ કરવા તાકીદ

જામનગર તા. ૪ઃ રાજ્ય સરકાર દ્વારા નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, કારીગરોને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૧ હેઠળ રાજ્યની નાગરિક સહકારી બેંકો તથા ક્રેડિટ સોસાયટીઓ દ્વારા ૮ ટકા વ્યાજના દરે ધિરાણ આપવાની યોજના જાહેર કરી છે. જેમાં ૬ ટકા વ્યાજ સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આ યોજનાની લોન અરજી જે તે સંસ્થા દ્વારા તા. ૩૧-૮-૨૦ સુધી સ્વીકારવામાં આવનાર છે. જેથી આ યોજના હેઠળ જે અરજદારો જામનગરની નાગરિક સહકારી બેંકો કે ક્રેડિટ કો. ઓપ. સોસાયટીમાંથી ફોર્મ લઈ ગયેલ હોય પરંતુ પરત રજુ કરેલ ન હોય, તેઓએ પોતાનું ફોર્મ ભરી જરૃરી આધારો સહ જે તે સંસ્થામાં સત્વરે પહોંચાડવા અનુરોધ કરવામાં આવે છે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૨ જાહેર કરેલ છે. જે તા. ૧-૭-૨૦થી અમલમાં છે. આ યોજના હેઠળ નાગરિક સહકારી બેંકો દ્વારા તેના સભાસદોને ૧ લાખથી ૨.૫ લાખ સુધીનું સીકયોર્ડ ધિરાણ ૮ ટકા વ્યાજના દરે કરવાનું થાય છે. જેમાં ૪ ટકા વ્યાજ સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. જેની ધિરાણ અરજી સ્વીકારવાની છેલ્લી તા. ૩૦-૯-૨૦ છે. જેથી જે તે નાગરિક સહકારી બેંકના સભાસદો એ જ તે બેંકમાંથી અરજી ફોર્મ મેળવી સમયમર્યાદામાં રજુ કરી આ યોજનાનો લાભ લેવા જિલ્લા રજિસ્ટ્રારે અનુરોધ કર્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit