કોરોનાની કોઈ ચોક્કસ દવા શોધાઈ નથીઃ સારવાર અને વેક્સીન માટે ચાલી રહ્યા છે અલગ-અલગ સંશોધનો

નવી દિલ્હી તા. ર૬ઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેલેરિયાની કેટલીક દવાઓ કોરોના મટાડવા માટે ઉપયોગી છે તેવું નિવેદન કરતા જ વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે, પરંતુ અમેરિકાના જ કેટલાક નિષ્ણાતોએ ટ્રમ્પના દાવાને સમર્થન આપ્યું નથી, કે યુ.એસ.ની એફટીએ દ્વારા મંજુરી મળી નથી. અમેરિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા ડો. એન્થનીએ પણ ટ્રમ્પના દાવા મુજબ કોઈ દવા ગેઈમ ચેન્જર હોવાની વાતને સમર્થન આપ્યું નથી.

હકીકતે કોરોનાને અટકાવવા માટેની વેક્સીન એટલે કે રોગપ્રતિકારક રસી માટે વિશ્વભરમાં સંશધનો થઈ રહ્યા છે, તો બીજી તરફ કોરોલાની સારવાર માટેની દવા શોધવા માટેના પ્રયોગો પણ થઈ રહ્યા છે, અને તેના પર વૈજ્ઞાનિકો સંશોધનો કરી રહ્યા છે. વેક્સીન રોગ થતો અટકાવવા માટે હોય છે, અને મેડિસિન એટલે કે દવા રોગ થયા પછી તેને મટાડવા માટે હોય છે. કોરોના માટે હજુ સુધી કોઈ અધિકૃત વેક્સીન કે દવા શોધાઈ નથી, પરંતુ કોરોનાના દર્દીઓની સંમતિ લઈને તેના પર અલગ અલગ દેશોમાં વિવિધ પ્રયોગો થઈ રહ્યા છે. આ કારણે કેટલાક સ્થળે કોઈ દર્દી એચ.આઈ.વી.ની દવાઓથી સાજા થાય છે, તો કોઈ જગ્યાએ મેલેરિયાની દવાથી સાજા થઈ જાય છે. આ કારણે ભ્રાન્તિ પણ ફેલાઈ રહી છે. અત્યારે કોરોનાની કોઈ ચોક્કસ દવા નહીં હોવા છતાં કોરોનાગ્રસ્ત લોકોની સારવાર થઈ જ રહી છે, અને તેમાં વિવિધ પ્રકારની દવાઓના કારણે જુદા જુદા સ્થળે કેટલાક દર્દીઓ સાજા પણ થયા છે, પરંતુ કોરોનાને ખાતરીપૂર્વક મટાડી દેતી કોઈ દવા હજુ આઈસીએમઆર દ્વારા માન્ય કરવામાં આવી હોય, તેવું જાણવા મળ્યું નથી.

દિલ્હીમાં એક તબીબને જ કોરોના થઈ ગયો. વિશ્વના કેટલાક સ્થેથી પણ કોઈ તબીબ કે સપોર્ટીંગ સ્ટાફને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની ખબરો ચિંતાજનક છે અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પણ ચિંતા વ્યક્ત કરી છે. આ પ્રકારની સારવાર કે સેવામાં રહેતા તબીબો, નર્સીંગ સ્ટાફ અને દર્દીની સારસંભાળ લેતા પરિવારજનો માટે હાઈડ્રોક્સી ક્લોરોક્વીન જેવી કોઈ દવા પ્રિવેન્ટીવ મેજર્સ તરીકે ઉપયોગમાં લેવાની છૂટ હોવાનું અને તે સિવાય કોઈને ક્લોરોક્વીન કે અન્ય દવાઓ પ્રિવેન્ટીવ મેજર્સ તરીકે અપાતી નહીં હોવાનું પણ ચર્ચાય છે. ન્યૂઝ ચેનલોના ડિબેટીંગ અને સોશ્યલ મીડિયા દ્વારા જાણવા મળતા મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતોના અભિપ્રાયો મુજબ અલગ અલગ સ્થળે વિવિધ પ્રયોગો સફળ થયા, તેનો અર્થ એવો નથી કે તે જ પ્રયોગ તમામ દર્દીઓ પર સફળ થશે, તેને માન્યતા મળી જાય. આ માટે આઈસીએમઆર અને નેશનલ મેડિકલ ટાસ્કફોર્સ વગેરે દ્વારા પરીક્ષણ પછી માન્યતા મળવી જરૃરી છે. અત્યારે કોરોનાનો થતો ઉપચાર લોકોના જીવ બચાવવા માટે પ્રયોગાત્મક રીતે જ થઈ રહ્યો છે, તેમ કહી શકાય.

જયપુરમાં બે ઈટાલિયનો એચઆઈવીની દવાથી સાજા થઈ ગયા, પરંતુ એ જ દવા અન્ય કોઈ સ્થળે કે અન્ય કોઈ દર્દીઓ પર સફળ જ થાય, તેવી કોઈ ગેરંટી નથી. તેવી જ રીતે અમેરિકામાં મેલેરિયાની દવાથી કેટલાક દર્દીઓ સાજા થયા હોય, તો તેનો અર્થ એવો નથી કે એ જ દવાથી તમામ લોકો સાજા થઈ જાય. આ પ્રકારનું માર્ગદર્શન પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી કેટલાક નિષ્ણાતો આપી રહ્યા છે, જો કે સરકારના આરોગ્ય વિભાગ તરફથી જે કાંઈ જાહેર થાય, તે સિવાયની તમામ વિગતો વિશ્વસનિય ન ગણાય. આ ખતરનાક રોગથી બચવા બહાર ન નીકળવું અને દરેક વ્યક્તિથી એક-બે મીટર આઘુ રહેવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે.

close
Nobat Subscription