Advertisement

અમદાવાદમાં મેટ્રો ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં થશે દોડતી

અમદાવાદ-ગાંધીનગરને જોડનારા ફેઝ-૧ની કામગીરી પૂર્ણઃ

અમદાવાદ તા.૨૫ઃ સાબરમતી નદી પરથી શહેરના પૂર્વ-પશ્ચિમ ભાગને જોડતો બ્રીજ તૈયાર થઈ ગયો છે, મેટ્રો પ્રોજેક્ટનો અમદાવાદ-ગાંધીનગરને જોડનારા ફેઝ-૧ની કામગીરી પૂર્ણ કરાઈ રહી છે. મેટ્રો દ્વારા શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડવા માટે સાબરમતી નદી પર બ્રીજ અને પછી અંડરગ્રાઉન્ડ કામગીરી લગભગ પડકારજનક હતી. આ અંગે એક અધિકારી જણાવે છે કે, સૌથી મહત્ત્વનું કામ નદીથી મેટ્રોને જોડવાનું અને અને પછી અંડરગ્રાઉન્ડથી તેને આગળ લઈ જવાનું હતું. તેમના જણાવ્યા પ્રમાણે નદી પરના બ્રીજની કામગીરી પૂર્ણ થઈ છે અને હવે આ એલિવેટેડના અંત ભાગને અંડરગ્રાઉન્ડ સાથે જોડવામાં આવ્યો છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારી જણાવે છે કે, ગાંધી બ્રીજને સમાંતર મેટ્રો બ્રીજ નદીને ઓળંગતો નથી. અધિકારી જણાવે છે કે, મેટ્રો ફેઝ-૧નું લગભગ ૭૮.૫% જેટલું કામ પૂર્ણ થયું છે હવે આ ફેઝ પર સિગ્નલ્સ અને ટ્રેક લગાવવાની કામગીરી કરાશે. આ સાથે એપ્રલ પાર્કથી શાહપુર સુધીની અંડરગ્રાઉન્ડની કામગીરી પણ પૂર્ણ કરી દેવાઈ છે. અંડરગ્રાઉન્ડનો ભાગ પૂર્વ-પશ્ચિમ કોરીડોરને જોડી રહ્યો છે, જે વસ્ત્રાલથી થલતેજ સુધીનો છે.

અધિકારી વધુમાં જણાવે છે કે, સાત રેલવે ટ્રેક સુધી ફેલાયેલો ઓપન વેબ ગ્રીડર સાબરમતીમાં મૂકવામાં આવ્યો છે. ઓડબલ્યુજી ૭૩એમ લાબું અને ૧૨દ્બ પહોળું રહેશે. જેના માટે લોખંડના ૫૫૦ એમટી અને તેનું કુલ વજન ૮૫૦ એમટી થાય છે. તેઓ આગળ જણાવે છે કે, મેટ્રો સ્ટેશનની કામગીરી ચાલી રહી છે અને આ એક એવું કામ છે જ્યાં જીએમઆરસી પાછળ ચાલી રહ્યું છે. એપીએમસી અને મોટેરા વચ્ચેની ઉત્તર-દક્ષિણ કોરિડોરની કામગીરી ચાલી રહી છે. એવો સંકલ્પ લેવામાં આવ્યો છે કે ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં આખા શહેરમાં મેટ્રોની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે. સરકારે જણાવ્યું છે કે તે આગામી વર્ષે આવી રહેલી ચૂંટણી પહેલા પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ બન્ને કોરિડોરની મેટ્રોની કામગીરી પૂર્ણ કરવા માગે છે. આ અંગે સિનિયર અધિકારી જણાવે છે કે, તેમના કોન્ટ્રાક્ટરને ઝડપી કામગીરી માટે આદેશ આપવામાં આવ્યા છે જેથી કરીને ૧ ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં મેટ્રોની ટ્રાયલ રન શરુ કરી શકાય. આ સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે, જીએમઆરસી દ્વારા એરપોર્ટથી સીધી કનેક્ટિવિટીનો નિર્ણય પડતો મૂકવામાં આવ્યો છે જે અંગે અગાઉ પ્લાન કરવામાં આવ્યો હતો.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit