મમતા સરકાર આઠ હજાર બ્રાહ્મણોને મહિને એક હજાર રૃપિયાનું આપશે ભથ્થુ!

પ. બંગાળમાં ભૂદેવોના નસીબ ઝળક્યાઃ

કોલકાતા તા. ૧૬ઃ પં. બંગાળની સરાર રાજ્યના આઠ હજાર જેટલા સનાતન બ્રાહ્મણ પૂજારીઓને મહિને એક હજારનું ભથ્થું આપશે. તે ઉપરાંત આવાસ યોજના હેઠળ ઘરનું ઘર પણ આપશે.

પ. બંગાળમાં મમતા સરકારે આગામી વિધાનસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને રાજ્યના આશરે આઠ હજાર સનાતન બ્રાહ્મણ પૂજારીઓને મહિને રૃપિયા એક હજારનું ભથ્થું આપશે. તે ઉપરાંત આવાસ યોજનાઓ હેઠળ મફતમાં ઘરનું ઘર પણ આપશે.

આ જાહેરાત કરતા બેનર્જીએ કહ્યું કે, આ વર્ગને કોલાધારમાં ચેકડેમ માટે જમીન પણ બ્રાહ્મણોને ફાળવી છે. આ સુમદાયના ગરીબ બ્રાહ્મણોને મદદરૃપ થવા અને હિન્દી અકાદમી તથા દલિત સાહિત્ય અકાદમી સ્થાપવાની જાહેરાત પણ તેમણે કરી હતી.

close
Ank Bandh
close
PPE Kit