જામજોધપુરના હોમગાર્ડ જવાનને દીકરીના લગ્ન પ્રસંગે હોમગાર્ડઝ વેલ્ફેર ફંડમાંથી સહાય

જામનગર તા. ૧૭ઃ જામનગર જિલ્લા હોમગાર્ડઝના જામજોધપુર યુનિટના હોમગાર્ડ જવાન મહેશભાઈ કંટારિયાની દીકરીના લગ્ન પ્રસંગે હોમગાર્ડના જામનગર જિલ્લા કમાન્ડર સુરેશભાઈ ભીંડીના પ્રયાસથી ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ વેલ્ફેર ફંડમાંથી રૃપિયા ર૦ હજારનું ફંડ મંજુર થયું હતું.

જામનગર જિલ્લા કમાન્ડન્ટ સુરેશભાઈ ભીંડી તથા સબ ઈન્સ્પેક્ટર ડી.પી. જાડેજાએ જામજોધપુર હોમગાર્ડ યુનિટની કચેરીએ જઈ લાભાર્થી મહેશભાઈ કંટારિયાને રૃપિયા ર૦ હજારનો ચેક અર્પણ કર્યો હતો. આ પ્રસંગે જામજોધપુર યુનિટના અધિકારી વાય.કે. જોષી, જે.એમ. જાવિયા, એમ.કે. ખાંટ, દિલીપભાઈ ચિત્રોડા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

આ તકે ડી.પી. જાડેજાએ ગુજરાત રાજ્ય હોમગાર્ડ વેલફેર ફંડ વિશે માહિતી આપી હતી. સુરેશભાઈ ભીંડીએ લોકડાઉનમાં ફરજ બજાવનાર જવાનોની કામગીરીને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાય.કે. જોષી ્દ્વારા કરવામાં આવ્યું હતું.

close
Ank Bandh
close
PPE Kit