દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાત્રિ કરફયુ કે લોકડાઉનની હાલ જરૃર નથીઃ જિલ્લા કલેક્ટર

જામનગર તા. ર૧ઃ તાજેતરમાં અમદાવાદમાં બેકાબુ થયેલા કોરોના મહામારીના પોઝિટિવ કેસના પગલે અમદાવાદમાં પ૭ કલાક સતત કરફયુ તથા રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં રાત્રિ કરફયુ લાગુ પડ્યા છે. સમગ્ર રાજ્યમાં કરફયુ અને લોકડાઉનની અફવા ફેલાઈ છે ત્યારે દેવભૂમિ જિલ્લામાં સ્થિતિ સામાન્ય હોય, અહીં આવું કંઈ લાગુ નહીં થાય.

જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ જણાવેલ છે કે, હાલ સમગ્ર દ્વારકા જિલ્લામાં ચારેય તાલુકામાં ચાર-પાંચ કેસ રોજિંદા આવે છે. પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધુ હોય, હાલ સ્થિતિ કાબૂમાં છે. તેથી કરફ્યુ લગાવવાની જરૃરત નથી

તહેવારોમાં જિલ્લામાં બહારથી લોકો આવેલા હોય, તથા બહાર ગયા હોય, સંક્રમણની શક્યતા જોવા માટે ત્રણ-ચાર દિવસ કેસોની સંખ્યા તથા સ્થિતિને દ્વારકા જિલ્લામાં હાલ કોરોના એટલો નબળો પડ્યો છે કે કેટલાય તાલુકાઓમાં તો દિવસો સુધી એકપણ નવો પોઝિટિવ કેસ પણ નોંધાયો નથી.

close
Ank Bandh
close
PPE Kit