| | |

પોઝિટિવ દર્દીને સ્વસ્થ ગણીને રજા અપાયા પછી પાછા બોલાવાયાઃ પરિવારની વ્યથા

અમદાવાદ તા. ર૩ઃ અમદાવાદની એસ.વી.પી. હોસ્પિટલનો ગંભીર છબરડો બહાર આવ્યો છે. કોરોનાના એક પોઝિટિવ દર્દીને સ્વસ્થ ગણીને રજા આપી દેવાઈ હતી. તે પછી તેને સારવાર માટે પરત બોલાવાયા હતાં. એટલું જ નહીં, તેના પરીવારના ચાર સભ્યોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ પરિવારની વેદના તેમના પરિવારના એક સભ્યે વીડિયો દ્વારા વ્યક્ત કરી હતી. તે પછી હોસ્પિટલે સ્પષ્ટતા કરી છે કે એક જ નામના બે દર્દી હોવાથી આ ક્ષતિ થઈ છે. અમદાવાદના મેયરે સંકલનની જરૃર જણાવી આવી ભૂલ ન થવી જોઈએ, તેવું નિવેદન આપ્યું છે, જ્યારે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ સવાલ ઊઠાવ્યો છે કે તા. ર૧ મી ના આ છબરડા અંગે છેક આજે સ્પષ્ટતા કેમ કરાઈ છે? બે દિવસથી હોસ્પિટલે હકીકત કેમ છૂપાવી? દર્દીના રિપોર્ટમાં ગરબડ થઈ હોવાની કોઈ સ્પષ્ટતા કેમ થતી નથી? આ છબરડાનું જવાબદાર કોણ?

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit