| | |

ફેક્ટરી ઓનર્સના સભ્યોને લવાજમ ભરી જવા અંગે તાકીદ

જામનગર તા. ૧૧ઃ જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના જે સભ્યોનું વર્ષ ર૦૧૯-ર૦ નું વાર્ષિક લવાજમ ભરવાનું બાકી હોય તો ૩૦ સપ્ટેમ્બર ર૦૧૯ સુધીમાં લવાજમ ભરી જવા અપીલ કરવામાં આવી છે. આ મુદ્ત સુધીમાં લવાજમ નહીં ભરનાર સભ્યનું સભ્યપદ આપોઆપ રદ્ થવાને પાત્ર હોય, વર્ષ ર૦૧૯-ર૦  નું વાર્ષિક લવાજમ રૃા. ૩૦૦ ચેક-રોકડથી તાત્કાલીક ભરી પહોંચ મેળવી લેવા તથા જી.એસ.ટી.ની રકમની કપાત મેળવવા માટે જી.એસ.ટી. નંબરની નકલ સાથે રાખવા જાણ કરવામાં આવે છે.

વિશેષમાં સંસ્થા દ્વારા સમયાંતરે યોજાતા અગત્યના સેમિનાર, બેઠક વિગેરેની સભ્યોને જાણ કરવા માટે સંસ્થા દ્વારા વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવેલ છે. તો આ જાણકારી સમયસર મળી રહે તે માટે સભ્યોને તેમનું નામ-સરનામું, ફોન નંબર, મોબાઈલ નંબર, વોટ્સએપ નંબર તથા ઈ-મેઈલ આઈ.ડી. વિગેરે તપાસી કોઈ ફેરફાર હોય તો તેની તાત્કાલિક સંસ્થાને જાણ કરવા સંસ્થાના માનદ્મંત્રી ભરતભાઈ દોઢિયાએ જણાવ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit