Advertisement

૬૦ ટન લાકડા તણાઈ ગયાઃ બન્ને ફરનેશમાં પાણી ઘૂસી ગયાઃ ઈલે. સ્મશાનગૃહ હાલ બંધ

જામનગર શહેરના આદર્શ સ્મશાન ગૃહમાં ભારે વરસાદના કારણે અને નદીના પૂરના કારણે પાણી ભરાઈ ગયા હતાં. પાણીના ધસમસતા પ્રવાહમાં સ્મશાનમાં રાખેલો ૬૦ ટન જેટલો લાકડાનો જથ્થો તણાઈ જતાં અંદાજે પ૦ લાખનું નુક્સાન થયું હોવાનું સંસ્થાના મંત્રી દર્શનભાઈ ઠક્કરે જણાવ્યું હતું. આ ઉપરાંત સ્મશાનના ઝાડ-પાન, વૃક્ષો, મૂૃતિઓ, રેલીંગ વગેરેને પણ ભારે નુક્સાન થયું છે. આદર્શ સ્મશાનમાં આવેલા બન્ને ઈલે. ફરનેશમાં પણ પાણી ભરાઈ જતાં સ્મશાન બંધ છે, જ્યારે ગાંધીનગરના મોક્ષ મંદિર સ્મશાન ગૃહમાં કોઈ નુક્સાની થઈ નથી, પણ સ્મશાને જવાનો રસ્તો બંધ છે તેમ કનકસિંહ જાડેજાએ જણાવ્યું છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit