વોર્ડ નં. ૧૪માં પાઈપલાઈન-ગટરના કામમાં ભ્રષ્ટાચારની રજુઆત

જામનગર તા. ૧૫ઃ જામનગરના વોર્ડ નં. ૧૪માં હનુમાન ટેકરી, કાનાનગર, મધ્યાવાસ વગેરે સ્લમ વિસ્તારોમાં ખુલ્લી ગટરને પાઈપ ગટરમાં કન્વર્ટ કરવાનું કામ ચાલે છે. આ કામ તદ્દન હલ્કી ગુણવત્તાનું થઈ રહ્યું હોવાનો આક્ષેપ આ વિસ્તારના જેન્તીલાલ દામાએ કર્યો છે.

વિજીલન્સ કમિશ્નરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે પાઈપ સાવ થર્ડ ક્વોલિટીના વપરાય છે. સિમેન્ટ પૂરતી વાપરવામાં આવતી નથી. ચેમ્બરો ઢંગધડા વગરની બને છે.

આવા હલકી ગુણવત્તાના કામ અંગે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે પણ કોન્ટ્રાક્ટરો સત્તાધારી પક્ષના હોદ્દેદારો હોવાથી તપાસ થતી નથી.

આ કામમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર અંગે તપાસ કરી પગલાં લેવા તેમણે માંગણી કરી છે.

close
Ank Bandh
close
PPE Kit