એલઆરડીમાં બાકી રહી ગયેલા ઉમેદવારોને આજે અપાશે નિમણૂક પત્રો

રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા નો આદેશઃ

ગાંધીનગર તા. ૪ઃ એલઆરડીની ભરતીમાં બાકી રહી ગયેલા મહિલા ઉમેદવારોને આજે નિમણૂક પત્રો અપાશે. આ માટે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે.

એલઆરડી મહિલા ઉમેદવારોમાં જે ઉમેદવારો બાકી રહી ગયા છે તેમના માટે એક જાહેરાત કરવામાં આવી છે. આગામી ૪ જુલાઈએ એટલે કે આજે તેમની નિમણૂક પત્ર આપવામાં આવશે અને બિનહથિયારી અને હથિયારી મહિલા લોકરક્ષકોએ ૧પ જુલાઈ સુધી ફરજ પર હાજર થવા હુકમ કરવામાં આવ્યો છે. એલઆરડી મહિલા ઉમેદવારો માટેનો આ આદેશ રાજ્ય પોલીસ વડા શિવનાંદ ઝાએ કર્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાત પોલીસની ભરતીમાં મહિલાઓને રાજ્ય સરકારે ૩૩ ટકા અનામત આપી છે, જો કે ૧લી ઓગસ્ટ ર૦૧૮ ના પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તેમાં જ તેમની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ ઓબીસી કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તો તેને જનરલ સેક્રેટરીમાં સ્થાન મળી શકે નહીં. આ જીઆરને કારણે સ્થિતિ એવી સર્જાઈ છે કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટેગરી તેમજ ઈડબલ્યુએસ કેટેગરીની મહિલાઓ કરતા વધુ માર્કસ આવ્યા છે, પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતા તેઓ નોકરીઓથી વંચિત રહી ગઈ છે, ત્યારે આ જીઆરને કારણે અન્યાય થઈ રહ્યો હોવાનું જણાવી રાજ્યમાં આંદોલન પણ થયું હતું.

પોલીસની ભરતીમાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપવામાં આવ્યું છે, જેમાં ૧લી ઓગસ્ટ, ર૦૧૮ ના ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડ્યો હતો. આ પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું તેમાં જ તેની પસંદગી શક્ય બની છે. કોઈ મહિલાએ ઓબીસી કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળી શકે, જેના કારણે સ્થિતિ કથળી હતી. અનામત કેટેગરીની મહિલાને જનરલ-ઈડબલ્યુએસ કેટેગરી કરતા વધુ માર્ક છતાં નોકરીથી વંચિત રહેવું પડ્યું હતું.

જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતા ઉમેદવારો નોકરીથી વંચિત છે. લોકરક્ષક દળ માટે કુલ ૯,૭૧૩ જગ્યા માટે ભરતી કરવામાં આવી છે. ભરતી બોર્ડ માત્ર ૮,૧૩પ ઉમેદવારોનું જ લિસ્ટ જાહેર કરાયું હતું. જનરલ કેટેગરીમાં એક પણ મહિલાનું મેરિટ જાહેર કર્યું નહોતું. હથિયારધારી મહિલામાં ૧,૦૧૧ અને બિનહથિયારધારી મહિલામાં પ૩૦ મહિલાનું મેરિટ અટવાયું હતું. ગુજરાત સરકારે પરિપત્ર જાહેર કરતા અનામતનો છેદ ઊડ્યો હતો.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit