Advertisement

જામનગરનો સાત વર્ષીય કેવિન સોની સ્ટાર ભારતની સીરીયલમાં બનશે બલરામ

જામનગર તા. ૨૭ઃ જામનગરના અનેક કલાકારોએ ટેલિવિઝન તથા બોલીવુડમાં પણ કારકિર્દી બનાવી નગરનું નામ કલા ક્ષેત્રે રોશન કર્યું છે. આ જ ક્ષેત્રમાં નગરની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયું છે. સ્ટાર ભારત ચેનલ પર પ્રસારિત થનારી શ્રી કૃષ્ણની લીલાઓ દર્શાવતી સીરિયલ 'હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી'માં નગરના ૭ વર્ષીય કેવિન સોનીની બલરામના પાત્ર માટે પસંદગી થઈ છે.

જામનગરના કૌશલભાઈ તથા રૃપલબેન ચરાડવા (સોની) નો પુત્ર તથા મનોજભાઈ અને ભારતીબેનનો પૌત્ર કેવિન નગરની નંદ વિદ્યાનિકેતન સ્કૂલમાં ધો. ૧ માં અભ્યાસ કરે છે. કેવિનના નાના નલીનભાઈ જડીયા ગોંડલ સોની સમાજના પ્રમુખ છે તથા નાની માલતીબેન પણ જાણીતા સમાજ સેવક છે.

નાનપણથી ચાઈલ્ડ મોડેલ તરીકે કાર્ય કરી ખ્યાતિ મેળવનાર કેવિન અત્યાર સુધીમાં અભિનય અને મોડલીંગ ક્ષેત્રે ત્રણ ડઝનથી વધુ મેડલ તથા ટ્રોફીઓ અને ઘણાં પ્રમાણપત્રો મેળવી ચૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે સ્ટાર ભારત ચેનલ પર આ સીરીયલ ૧૯ ઓકટોબરથી પ્રસારિત થશે. કેવિન હાલ મુંબઈમાં આ સીરીયલનું શુટીંગ કરી રહ્યો છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit