Advertisement

દેશમાં પ્રથમ વખત પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યામાં વધારોઃ '૧૦૦૦ પુરુષ સામે ૧૦ર૦ સ્ત્રીઓ'

ભારતમાં પ્રજનન દરમાં ધરખમ ઘટાડોઃ હેલ્થ સર્વેના તારણથી રાહતઃ

નવી દિલ્હી તા. રપઃ દેશમાં પહેલી વખત પુરુષોની સરખામણીમાં મહિલાઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. હવે દરે ૧ હજાર પુરુષ પર ૧૦ર૦ મહિલાઓ છે. આઝાદી પછી આવું પહેલી વાર બન્યું છે કે જ્યારે પુરુષોની સરખામણીમાં મહિલાઓની વસતિ ૧૦૦૦ થી ઉપર પહોંચી છે. આ પહેલા ર૦૧પ-૧૬ માં થયેલા એક સર્વે અનુસાર ૧૦૦૦ પુરુષ પર ૯૯૧ મહિલાઓ હતી. એટલું જ નહીં, જન્મના સમય પર પણ સેક્સ રેશિયોમાં પણ સુધારો થયો છે. ર૦૧પ-૧૬ માં એ પ્રતિ ૧૦૦૦ બાળકો પર ૯૧૯ બાળકીઓ હતી. જે ર૦૧૯-ર૧ માં સુધરી પ્રતિ ૧૦૦૦ બાળકો પર ૯ર૯ બાળકીઓ થઈ છે. ગામડાઓમાં ૧૦૦૦ પુરુષ પર ૧૦૩૭ મહિલાઓ છે, જ્યારે શહેરોમાં ૯૮પ મહિલાઓ છે.

દેશની વસતિ ઘટવાની છે. કારણ કે કુલ પ્રજનન દર એટલે કે પોતાના જીવનકાળમાં એક મહિલા દ્વારા કુલ બાળકોને જન્મ આપતી સરેરાશ સંખ્યા પ્રતિસ્થાપન દર (રીપ્લેસમેની લેવલ) થી નીચે આવી ગઈ છે અને હવે તે ર થઈ ગયેલ છે. આ અંગેનો ખુલાસો નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ડેટા ર૦૧૯-ર૧ માં થયો છે. પ્રતિ સ્થાપન દર ટીએફઆર તેને કહેવાય છે જેમાં એક પેઢી, બીજી પેઢીને રીપ્લેસ કરેછે. સર્વે અનુસાર રીપ્લેસમેન્ટ દર ર.૧ છે. સર્વે અનુસાર બિહાર ૩.૦, યુપી ર.૪, ઝારખંડ ર.૩ માં કુલ પ્રજનન દર પ્રતિસ્થાપન દરથી વધુ છે.

ર૦૦પ-૦૬ માં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-૩ દરમિયાન ભારતનો રીએફઆર ર.૭ હતો. જે ર૦૧પ-૧૬ માં ઘટીને ર.ર થઈ ગયો છે. બીજી તરફ સર્વે-૩ અને ર૦૧૯-ર૧ માં સર્વે પ વચ્ચે દેશનો કુલ પ્રજનન દર ઘટી ગયો છે અને પ્રતિસ્થાપન દરથી નીચે ચાલ્યો ગયો છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-પ નું પ્રથમ ચરણ ૧૭ જૂન ર૦૧૯ થી ૩૦ જાન્યુઆરી ર૦ર૦ વચ્ચે કરવામાં આવ્યું હતું અને બીજુ ચરણ ર જાન્યુઆરી ર૦ર૦ થી ૩૦ એપ્રિલ ર૦ર૧ સુધી ચાલ્યું હતું. ફેઈઝ-૧ માં રર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતાં અને બીજા ચરણમાં ૧૪ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સામેલ હતાં. બિહારને બાદ કરીએ તો અન્ય બધા રાજ્યોમાં શહેરી ટીએફઆર પ્રતિસ્થાપન દરથી નીચે છે. તો ગ્રામીણ વિસ્તારોમાં પણ કુલ પ્રજનન દર માત્ર બિહાર-યુપી અને ઝારખંડમાં વધુ છે, તો મેઘાલય, મણિપુર અને મિઝોરમ જેવા નાના રાજ્યોમાં ગ્રામીણ વિસ્તારોમાં પણ કુલ પ્રજનન દર વધુ છે.

મોટા રાજ્યોમાં કુલ પ્રજનન દર સૌથી ઓછો જમ્મુ-કાશ્મીરમાં ૧.૪ છે. ર૦૧પ-૧૬ માં સર્વે પછીથી જમ્મુ-કાશ્મીર જ એવું રાજ્ય છે જ્યાં કુલ મોટા રાજ્યોમાં કુલ પ્રવજનન દરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. સર્વે ૪ માં કેરળ અને પંજાબનો દર ૧.૬ હતો જ્યારે તામીલનાડુમાં તે ૧.૭ હતો. નવા સર્વેમાં પંજાબમાં કુલ પ્રજનન દર ૧.૬ જ છે, પરંતુ કેરળ અને તામીલનાડુના કુલ દરમાં વધારો નોંધાયો છે. બન્નેમાં ટીએફઆર ર૦૧૯-ર૧ માં વધીને ૧.૮ થયો છે. સૌથી ઓછો પ્રજનન દર સિક્કિમનો ૧.૧ છે. જે દક્ષિણ કોરીયાના પ્રજનન દરની બરાબર છે.

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલ રિપોર્ટ અનુસાર દાયકાઓથી ચાલ્યા આવતા સતત પરિવાર નિયોજન કાર્યક્રમને કારણે કુલ પ્રજનન દર એટલે ટીએફઆર અથવા તો પ્રતિમહિલા બાળકોની સરેરાશ સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ઓછી પ્રજનન ક્ષમતાનો અનુભવ કરતા દેશમાં પ્રતિમહિલા ર.૧ થી ઓછા બાળકોને જન્મ આપે છે. તેથી એ વાતનો સંકેત છે કે એક પેઢી ખુદને બદલવા માટે પૂરતા બાળકો પેદા નથી કરતા.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit