Advertisement

ધુંવાવ પાસે રૃપારેલ નદીમાં ગુમ થયેલા કિશોરનો મળી આવ્યો મૃતદેહ

ગઈકાલે ત્રણ તરૃણો ન્હાવા પડયા હતાઃ બેનો બચાવઃ

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધુવાવ ગામ નજીકની રૃપારેલ નદીમાં ગઈકાલે બપોરે સાહિલ સિદીકભાઈ સોઢા (ઉ.વ.૧૫), યુવરાજ (ઉ.વ.૧૬) અને અલ્તાફ (ઉ.વ.૧૫) નામના ત્રણ તરુણો ન્હાવા માટે પડયા હતા. ત્રણેય તરૃણ નદીમાં ઊંડાણના ભાગમાં ખેંચાવા લાગ્યા પછી ત્રણેયે બહાર નીકળવાના મરણીયા પ્રયાસ શરૃ કર્યાં હતાં.  જેમાંથી યુવરાજ અને અલ્તાફ કાંઠા સુધી આવી જવામાં સફળ થયા હતા. આ વેળાએ ત્યાં હાજર લોકો પણ ત્રણેયને બચાવવા કૂદી પડયા હતા. તે દરમ્યાન કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયરનો કાફલો પણ ધસી ગયો હતો. ફાયરના જવાનોએ હોડી લાવી નદીમાં શોધખોળ શરૃ કરી હતી. ગઈકાલે સાંજ સુધી ત્રીજા તરૃણની શોધખોળ કરાયા પછી આજે સવારે સાહીલનો મૃતદેહ મળી આવ્યો છે. ફાયરના જવાનોએ મૃતદેહનો કબ્જો પોલીસને સોંપી આપ્યો છે. ત્રણ તરૃણો રૃ૫ારેલ નદીમાં ડૂબ્યા હોવાની જાણકારીના પગલે નદીકાંઠે ટોળા એકત્ર થઈ ગયા હતા.

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit