કચ્છ-જખૌ દરિયાઈ વિસ્તારમાંથી મળ્યા ચરસના ૨૪ બિનવારસુ પેકેટ

ભુજ તા. ૪ઃ કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના બિનવારસુ પેકેટ મળવાનો દોર યથાવત રહ્યો છે.

જખૌ દરિયાઈ વિસ્તારમાં કોસ્ટગાર્ડ પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમ્યાન કરીયાબેટ પરથી ચરસના ૨૪ જેટલા બિનવારસુ પેકેટ મળી આવ્યા હતા. આ સમગ્ર બાબતે જખૌ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit