Advertisement

આખી દુનિયામાં ઊર્જા સંકટઃ ઈંધણના ભાવો વધતા ભારે મોંઘવારીમાં પીસાતું વિશ્વ

ક્રૂડ, પેટ્રોલ-ડીઝલ, ગેસના ભાવો વધતા તમામ ચીજો થઈ મોંઘીદાટઃ

નવી દિલ્હી તા. ૧૩ઃ સમગ્ર વિશ્વમાં ઊર્જા સંકટ સર્જાયું છે અને વીજળી-ગેસ મોંઘા થયા છે. ફૂગાવો આસમાને છે. વિશ્વસ્તરે ઊર્જા સંકટની અસર ઈંધણના ભાવમાં ભારે વૃદ્ધિ સ્વરૃપે જોવા મળે છે. એશિયા, યુરોપ, અમેરિકામાં કોલસો, કુદરતી ગેસ, ક્રૂડના ભાવ રેકોર્ડ સ્તરે છે. વિશ્વભરમાં મોંઘવારી વધી રહી છે. વિશ્વમાં ગેસના ભાવ જાન્યુ.થી લઈ અત્યાર સુધી રપ૦% વધ્યા છે. બ્રિટનમાં ગેસના ભાવ ૬૦૦ ટકા વધ્યા છે.

આખી દુનિયામાં ઊર્જા સંકટની અસર ઈંધણની કિંમતોમાં ભારે વધારા રૃપે દેખાઈ રહી છે. એશિયા,યુરોપ અને અમેરિકામાં કોલસો, કુદરતી ગેસ અને ક્રૂડ ઓઈલની કિંમતો રેકોર્ડ સ્તરે છે. તેના કારણે વિશ્વભરના લોકોને મોંઘવારીનો સામનો કરવાનો વારો આવ્યો છે, તો કેટલીય મીલ-ફેક્ટરીઓ બંધ થવાનું જોખમ ઊભું થવા લાગ્યું છે. વિશ્વમાં ઊર્જાની સંકટ ઉદ્ભવતા તેની અસર ઈંધણના ભાવમાં તીવ્ર વધારાનો રૃપમાં જોવા મળી છે.

એશિયા, યુરોપ અને અમેરિકામાં કોલસા, નેચરલ ગેસ અને ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના લીધે દુનિયાના લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. તેથી પ્ઘણી મીલ ફેક્ટરીઓ બંધ થવાની દહેશત ઊભી થઈ છે. વિશ્વમાં જાન્યુઆરીથી ગેસની સરેરાશ કિંમત રપ૦ ટકા વધી છે, પરંતુ ગેસના ભાવમાં સૌથી મોટો વધારો યુરોપિયન દેશોમાં થયો છે. યુરોપમાં જાન્યુઆરીની સરખામણીમાં ઓક્ટોબરમાં ગેસના ભાવમાં છગણો વધારો થયો છે.

યુરોપ તેની જરૃરિયાતનો ૩પ ટકા ગેસ રશિયામાંથી આચાત કરે છે. તેથી રશિયામાં ગેસની કિંમતમાં વધારાના કારણે યુરોપમાં પણ ભાવ વધ્યા છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં યુરોપિયન યુનિયનના દેશોમાં વીજળીના દરોમાં ભારે ભાવ વધારો જોવા મળ્યો છે.સ્પેનમાં ભાવ ત્રણગણા થઈ ગયા છે. ભાવ વધારાના લીધે યુરોપમાં આવનાર દિવસો માટે મુશ્કેલી સર્જી શકે છે.

શિયાળામાં વીજળીની માંગ સૌથી વધુ હોય છે. એશિયન દેશોમાં પણ ઈંધણના ભાવમાં વધારો થયો છે. ઊર્જા અને વીજળીની કટોકટીના લીધે યુકેમાં જાન્યુઆરીની સરખામણીમાં ઓક્ટોબરના બીજા સપ્તાહ સુધીમાં ગેસના ભાવમાં ૬૦૦ ટકાનો વધારો થયો છે. જાન્યુઆરીમાં ગેસના એક યુનિટની કિંમત પ૦ પેન્સ હતી, પરંતુ હવે તેની કિંમત ૪૦૦ પેન્સ છે.

એ જ રીતે બ્રિટનમાં પેટ્રોલની કિંમત ૧૩૬.પ પેન્સ પ્રતિલીટર પહોંચી ગઈ છે. યુકેના નિષ્ણાતો ઈંધણના ભાવમાં વધારાને કારણે કેટલીક કંપનીઓ બંધ થવાની ધારણા કરી રહ્યા છે. યુકેમાં ચાર લોકોના પરિવારનો ખર્ચ ડિસેમ્બર સુધીમાં રૃા. ૧,૮૦૦ વધશે. સુપર માર્કેટની ખાદ્ય ચીજો ૪૪ ટકા મોંઘી થઈ હોવાનું એક મીડિયા સર્વેક્ષણમાં પણ બહાર આવ્યું છે.

શ્રીલંકામાં પણ સાડા ૧ર કિલોગ્રામ વજનના એલપીજી સિલિન્ડરની કિંમત બમણી થઈ ગઈ છે. ૧૧ ઓક્ટોબરે એલપીજી સિલિન્ડરની કિંમત વધીને ર૬પ૭ રૃપિયા થઈ ગઈ છે. સરકાર દ્વારા આવશ્યક ચીજવસ્તુઓની કિંમત મર્યાદા નાબૂદ કરવાની જાહેરાત પછી સ્થિતિ વધુ નાજુક બની છે. બળતણના ભાવમાં વધારો પરિવહન ખર્ચ પર અસર કરે છે. તેના પરિણામે શ્રીલંકામાં દૂધ જેવી આવશ્યક ચીજવસ્તુના ભાવ પ્રતિલીટર ૧ર૦૦ રૃપિયા સુધી પહોંચી ગયા છે. સોશિયલ મીડિયા પર લોકોએ ભાવ નાબૂદ કરવાની માંગ સાથે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

બીજી તરફ ૩૦ એપ્રિલથી ઓગસ્ટ સુધી પાકિસ્તાનમાં ગેસના ભાવમાં ૩૦ ટકાનો વધારો થયો છે. અત્યારે પાકિસ્તાનમાં ૧૧.૮ કિલો એલપીજી સિલિન્ડરની કિંમત ર૦૦૦ રૃપિયાથી વધુ છે. પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમતમાં ૧ર૭ રૃપિયા પ્રતિલીટરથી વધુનો વધારો થયો છે. હાઈ સ્પીડ ડીઝલની કિંમત ૧રર રૃપિયા પ્રતિલીટર અને કેરોસીનની કિંમત ૯૯ રૃપિયાથી વધુ છે. પાકિસ્તાનમાં ફૂગાવાની સ્થિતિ એ છે કે આ વર્ષે ઘઉંનો ભાવ વધીને ૬૦ રૃપિયા પ્રતિકિલો થયો છે. પાકિસ્તાની મંત્રીએ લોકોને ચામાં ઓછી ખાંડ નાખવાની અને ઓછી રોટલી ખાવાની સલાહ આપી છે.

પાકિસ્તાન સંચાલિત કાશ્મીર અને ગિલગિટ-બાલિસ્ટાન બાબતોના સંધીય મંત્રી અલી અમીન ગાંડાપુરે સ્વીકાર્યું કે વૈશ્વિક સ્તરે ઈંધણના ભાવમાં વધારો થયો છે. ઝેંગઝોઉ કોમોડિટી એક્સચેન્જ પર પ્રતિ ટન કોલસાની કિંમત વધીને ર૩૩.૬ રૃપિયા થઈ ગઈ. કોલસાની અછત અને તેના રેકોર્ડ ઊંચાઈ પર છે. ભાવ ઘણાં પ્લાન્ટ્સ માટે સમસ્યા ઊભી કરી રહ્યા છે. ૬૦ થી વધુ કોલસાની ખાણો ભારે વરસાદ અને કોલસાની કટોકટી ઊભી થવાને કારણે બંધ થતા ગેસ અને તેલની માંગ વધી છે. માંગમાં વધારો થવાને કારણે તેમની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે.

ચીનમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો છે. ચીનમાં આવશ્યક ચીજવસ્તુઓના વધતા ભાવને કારણે ચીનમાં ફૂગાવો ૧૩ વર્ષમાં સૌથી વધુ છે. કોલસા, ગેસ અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારા પછી જાપાનમાં વીજળીનો દર વધ્યો છે. હવે તમારે પ્રતિકિલોવોટ કલાક (એક યુનિટ) રૃપિયા ર૩ ચૂકવવા પડશે. છેલ્લા નવ મહીનામાં વીજળીના ટેરિફનો આ સૌથી ઊંચો ભાવ છે.

આ સિવાય એલપીજી અને તેલના ભાવમાં વધારો થવાને કારણે ખાદ્ય ચીજો મોંઘી થઈ છે. અમેરિકામાં મંગળવારે ક્રૂડ ઓઈલના ભાવ સાત વર્ષના રેકોર્ડને તોડીને ૮૦.૯ ડોલર પ્રતિબેરલ પર પહોંચી ગયા છે. સિટી ગ્રુપ ઈન્ક.એ ચોથા ક્વાર્ટરમાં તેલના ભાવ વધીને ૦.૯૦દ પ્રતિબેરલ થવાની આગાહી કરી છે.

વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ પણ ૮૩.૮ ડોલર પ્રતિબેરલની ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયું છે. કિંમતોમાં થયેલા વધારાની અમેરિકા પર હજુ સુધી કોઈ ખાસ અસર જોવા મળી નથી, પરંતુ ઊર્જા સંકટને ધ્યાનમાં રાખીને વિશ્વમાં ક્રૂડ ઓઈલની દૈનિક માંગ ર.પ લાખથી વધીને સાડાસાત લાખ બેરલ થઈ શકે છે. જેના કારણે તેલના ભાવ વધુ વધી શકે છે. એકંદરે આખી દુનિયા પર ઊર્જા સંકટ અને તેની આશંકાએ ઘણી માઠી અસર કરી છે, અને તેની અસરોના કારણે આખું વિશ્વ મોંઘવારીમાં પિસાઈ રહ્યું છે.

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit