Advertisement

નિફ્ટી ફયુચર ૨૧૮૦૮ પોઈન્ટ મહત્ત્વની સપાટી...!!!

સ્થાનિક/વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... આર્થિક આંકડાઓમાં મજબૂતી સાથે કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો પોઝિટીવ રહેવાના આશાવાદ સાથે આજરોજથી લોકસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થવા જઈ રહ્યું ત્યારે વોટિંગ પોલના આધારે અપેક્ષિત સરકાર બનવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં ગઈકાલે રોકાણકારોએ નીચા મથાળે ખરીદી કરતા શરૂઆતી તબક્કામાં બજારમાં સુધારો જોવા મળ્યો હતો. જો કે વૈશ્વિક સ્તરે ઈરાન દ્વારા ગત સપ્તાહના અંતે ઈઝરાયેલ પર ડ્રોન, મિસાઈલ હુમલા બાદ ઈઝરાયેલે વળતો પ્રહાર કરવાના કરેલા નિર્ધાર અને અમેરિકા, યુરોપના દેશોના યુદ્વને વકરતું અટકાવવાના પ્રયાસો વિફળ નીવડી રહ્યા હોઈ બન્ને દેશો વચ્ચે યુદ્વ થવાના સંકેતે આજે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારમાં સત ત ચોથા ટ્રેડીંગ દિવસે ફંડોએ ઓફલોડિંગ કરતા નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.

ફંડોની ઈન્ફોસીસ, લાર્સન લી., ટીસીએસ લી., સહિતમાં હેમરીંગે અને એક્સિસ બેન્ક, ભારતી એરટેલ, એચસીએલ ટેક., આઈસીઆઈસીઆઈ બેન્ક ફ્રન્ટલાઈન શેરોમાં સેલિંગે તેમજ પાવર ગ્રીડ કોર્પોરેશન, ટાટા મોટર્સ અને હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિતમાં મોટી વેચવાલીએ બીએસઈ સેન્સેક્સ તેની ૯, એપ્રિલ ૨૦૨૪ની ૭૫૧૨૪.૨૮ પોઈન્ટની સર્વોચ્ચ સપાટીથી પાંચ ટ્રેડીંગ દિવસમાં જ અંદાજીત ૩૩૦૮ પોઈન્ટ એટલે કે અંદાજીત ૪.૫% ઘટીને બીએસઈ સેન્સેક્સે ૭૨૦૦૦ પોઈન્ટની જ્યારે નિફટી ફ્યુચરએ ૨૨૦૦૦ પોઈન્ટની મહત્વની સપાટી ગુમાવી હતી.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૮૯%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ અન પી ૫૦૦ ૦.૨૨% અને નેસ્ડેક ૦.૫૨% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૨% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, ટેલેકોમ્યુંનીકેશન, યુટીલીટી, એનર્જી અને કોમોડિટીઝ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૧૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૦૭ અને વધનારની સંખ્યા ૫૨૧ રહી હતી, ૯૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા.... મિત્રો, ફુગાવો ફેડરલના બે ટકાના ટાર્ગેટ તરફ જઈ રહ્યાનું વર્તમાન વર્ષના પ્રારંભથી જણાતું હતું જેને કારણે વ્યાજ દરમાં ઘટાડો થવાની ચર્ચા શરૂ થઈ હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાવનું દબાણ ઊલટી દિશામાં વધી રહ્યાનું જણાય છે. અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ તથા અન્ય કેટલાક ટોચના અધિકારીઓએ અમેરિકામાં વ્યાજ દરમાં કયારે ઘટાડો કરાશે તે અંગે કંઈપણ સંકેત આપવાનું ટાળ્યું હતું એટલું જ નહીં નાણાં નીતિમાં સખતાઈ લાંબો સમય ચાલુ રાખવાની આવશ્યકતા હોવાનું જણાવ્યું હતું. ફેડરલ રિઝર્વના આ વલણથી અમેરિકામાં વર્તમાન વર્ષમાં વ્યાજ દર ઘટવાની આશા પર પાણી ફરી વળ્યું છે.

વર્તમાન વર્ષમાં વ્યાજ દરમાં પોણા ટકા કપાતના અગાઉ સંકેત અપાયા હતા. આ ઘટાડો જૂનની બેઠકથી શરૂ થવાની ધારણાં હતી જે હવે લંબાઈ ગઈ છે. તાજેતરના ડેટા અમને ખાસ વિશ્વાસ અપાવતા નથી અને વિશ્વાસ મેળવવા અપેક્ષા કરતા લાંબો સમય લાગશે તેવા સંકેત મળી રહ્યા છે. લેબર માર્કેટની મજબૂતાઈ તથા ફુગાવામાં પ્રગતિને જોતા સખત નીતિને તેની અસર બતાવવા હજુ થોડો સમય આપવાની આવશ્યકતા છે અને ડેટા તથા ઊભરી રહેલા આઉટલુક પર નજર રાખતા ફેડરલ ઓપન માર્કેટ કમિટિની હવે પછીની બેઠકમાં વ્યાજ દર જળવાઈ રહેવાની શકયતા છે.

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુન ગોલ્ડ રૂ.૭૨૭૧૮ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૭૨૮૯૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૭૨૬૮૪ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૮૩ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૭૨૮૬૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૮૫૩૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૮૫૩૦૭ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૮૫૦૨૨ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૪૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૫૧૭૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

ડીએલએફ લિ. (૮૬૧) : રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૮૩૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૮૨૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૮૭૮ થી રૂ.૮૮૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૮૯૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!

બિરલાસોફ્ટ લિ. (૭૦૨) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૬૮૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૬૭૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૭૧૭ થી રૂ.૭૩૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!

હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ (૬૧૭) : રૂ. ૫૮૮ નો પ્રથમ તેમજ રૂ.૫૮૦ બીજા સપોર્ટથી એલ્યુમિનિયમ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૬૩૩ થી રૂ.૬૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે...!!

બર્જર પેઈન્ટ્સ (૫૧૩) : પેઈન્ટ્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૨૪ થી રૂ. ૫૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૪૯૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!

ડાબર ઈન્ડિયા (૫૦૪) : રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૮૪ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પર્સનલ કેર સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૧૪ થી રૂ.૫૨૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh