| | |

જામનગરની જનતાને લોકડાઉનના નિયમોનું ચૂસ્ત પાલન કરવા કલેક્ટર રવિશંકરની અપીલ

જામનગર તા. ર૩ઃ કલેક્ટર રવિશંકરે જામનગરની જનતાને લોકડાઉનના નિયમોનું પાલન કરવા અનુરોધ કરતા કહ્યું હતું કે, હાલમાં ઘણી જગ્યાએ લોકો વધુ ભીડ એકઠી કરી રહ્યા છે. લોકો ગભરાઈ નહીં કે કોઈ વસ્તુ તેમને નહીં મળે. આગામી સમયમાં ધીમે ધીમે લોકડાઉન ખુલશે. કોઈપણ વસ્તુ મેળવવા માટે લોકો લોકડાઉનના નિયમોને ભૂલે નહીં. સ્કુટર અને કાર માટેના જે નિયમો તંત્ર દ્વારા નિર્ધારીત કરેલા છે તેમનું લોકો પાલન કરે.  બાળકો, વૃદ્ધોને આ સંક્રમણથી બચવા માટે ઘરમાં જ રાખો. લોકો કારણ વગર બહાર નીકળે નહીં અને ઘરેથી બહાર નીકળતા જેમ અગાઉ પર્સ, મોબાઈલ યાદ રાખીને લેવામાં આવે છે તેવી જ રીતે લોકો હવે માસ્કને પણ રોજિંદા જીવનમાં વણી લઈ સાથે રાખે તેમજ મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રામ પંચાયત દરેક વિસ્તારોમાં દુકાનદારો ઓડ-ઈવન પદ્ધતિનું પાલન કરે. સાથે જ કલેક્ટરશ્રીએ લોકોને વ્યાયામ કરી પોતાની જાતને વધુ મજબૂત કરો, રોગપ્રતિકારક શક્તિ વધારો. વળી, શહેર, નગરો વગેરે વિસ્તારમાં બહારથી ઓલ લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરેલ છે ત્યારે લોકો આ હોમ ક્વોરેન્ટાઈનનું પાલન કરે તે માટે પડોશીઓ પણ તેને સમજુત કરે. આ ઉપરાંત કલેક્ટરે જણાવ્યું હતું કે, આફ્રિકાથી તીડનું એક મોટું ઝુંડ ગુજરાત તરફ આવી રહ્યું છે. જેનાથી જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાને નુક્સાન થઈ શકે છે. આ અંગે જો કોઈને તીડ જોવા મળે તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પરિસ્થિતિ માટે કંટ્રોલરૃમ ઊભો કરવામાં આવ્યો છે, તેમાં હેલ્પલાઈન નં. ૦ર૮૮-રપપ૬૧૧૯ અને ૧૦૭૭ પર સંપર્ક કરવા લોકોને અપીલ છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit