| | |

મોડીરાત્રે જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમતા છ શખ્સની ધરપકડ

જામનગર તા. ૨૩ઃ જામનગરના બર્ધન ચોક નજીકની લીંડી બજારમાં ગઈ રાત્રે જાહેરમાં ઘોડીપાસા ફેંકી જુગાર રમી રહેલા છ શખ્સને પોલીસે પકડી પાડી રૃા. ૧૪,૨૫૦ રોકડા કબજે કરી આરોપીઓની ધરપકડ કરી છે.

જામનગરના બર્ધનચોક વિસ્તારમાં આવેલી લીંડી બજાર સ્થિત કમાગર મસ્જીદ પાસે ગઈરાત્રે કેટલાક શખ્સો એકત્રીત થઈ જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતા રાત્રે અઢી વાગ્યે સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીએસઆઈ એમ.વી. મોઢવાડીયાના વડપણ હેઠળ દરોડો પાડ્યો હતો.

ત્યાંથી નઝીર ઓસમાણ સમા ઉર્ફે ગેટીંગ, આસીફ હુસેનભાઈ પંજા, અહેમદ કાસમ જુણેજા, હુસેન ગફારભાઈ કાસ ઉર્ફે તમામ, ઈમ્તિયાઝ ઓસમાણ સમા તથા હારૃન આમદભાઈ સેતા નામના છ શખ્સ ઘોડીપાસા વડે જુગાર રમતા મળી આવ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી ૧૪,૨૫૦ રોકડા અને ઘોડીપાસા કબજે કરી તમામ શખ્સો સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit