Advertisement

રંગમતી-નાગમતી નદીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને પરેશાની

જામનગર તા. ૧૪ જામનગર માં ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તાર પટણીવાડ વિસ્તાર, ગુજરાતીવાડ વિસ્તાર, ખાડકીવાડ, બચુનગર વિસ્તાર, ભોઈવાડો, વાઘેરવાડો વિસ્તાર, પાનવાળો તેમજ નાગેશ્વર વિસ્તારમાં વરસાદી પાણીના કારણે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા અને અમુક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોના જીવ જોખમમાં મૂકાઈ ગયા હતા. બીજી તરફ રાજ સોસાયટી, એવરેસ્ટ સોસાયટી, બાબુઅમૃતનો વાડો, સેટેલાઇટ સોસાયટી, ગોલ્ડન સોસાયટી તેમજ સનસિટી સોસાયટી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. લોકોના ઘરમાં પાણી ભરાઈ જતાં વિરોધ પક્ષના પૂર્વ નેતા તથા કોર્પોરેટર અસલમભાઈ ખીલજી, ડો. તૌસીફખાન પઠાણ, સૈયદ જૈનુલબાપુ, દાઉદભાઈ સાટી તેમજ આમદભાઈ અરંડિયા તથા એમ. કે. ગ્રુપ દ્વારા ૨૦૦થી વધુ લોકોને આ મુસીબતમાંથી બહાર કાઢવામાં આવ્યા. મહાનગરપાલિકા ફાયર ટીમની બોટ બંધ પડતા લોકોને હેરાનગતિ ભોગવવી પડી હતી. ત્યારબાદ અસલમભાઈ ખીલજી દ્વારા તાત્કાલિક સિક્કા ગામેથી ૩ બોટની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે આવા કપરા સમયે માનવસેવાના સર્વોત્તમ ભાવને સર્વોપરી રાખી, નીચાણવાળા વિસ્તારમાં વસતા લોકોને મુશ્કેલીમાંથી બહાર કાઢવા આવ્યા. આ સમયે જામનગર શહેર મામલદાર પણ હાજર રહ્યા હતા. જામનગરના મામલદારના માગદર્શન હેઠળ જીડ્ઢઇહ્લ ટીમ રાજકોટથી તાત્કાલિક બોલાવામાં આવી. જીડ્ઢઇહ્લ ટીમના સહયોગ થી લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા. હતા. આ તકે જામનગરના પો. ઇન્સ૫ેક્ટર એમ. જે. જલુ, પોલીસ સબ. ઇન્સપેક્ટર મોઢવાડિયા તેમજ સમગ્ર સિટી-એ ડિવિઝનના પોલીસ સ્ટાફ સાથે આ કપરા સમયમાં જહેમત ઉઠાવી સહયોગ આપ્યો હતો.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit