નર્મદા જિલ્લામાંથી તરૃણીને ભગાડી જનાર આરોપી આવ્યો ગીરફતમાં

જામનગર તા. ૧૬ઃ નર્મદા જિલ્લામાંથી એક તરૃણીને નસાડી જામનગર જિલ્લામાં છુપાઈ ગયેલા આરોપીને જામનગર એસઓજીની મદદથી નર્મદા પોલીસે અટકાયતમાં લીધો છે.

જામનગર જિલ્લાના બમથીયા ગામમાં અન્ય જિલ્લામાંથી આવેલો એક શખ્સ દોઢેક વર્ષ પહેલાં નર્મદા જિલ્લાના નાંદોદ ગામની સગીરાને નસાડીને લાવ્યો હોવાની વિગત સાથે નર્મદા જિલ્લાની એલસીબીની ટુકડી જામનગર આવી પહોંચી હતી. તેના કર્મચારીએ જામનગર એસઓજીનો સંપર્ક કરી મદદ માંગતા પીઆઈ કે.એલ. ગાધે તથા પીએસઆઈ વી.કે. ગઢવીના વડપણ હેઠળ એસઓજીનો કાફલો આરોપીની શોધખોળમાં જોતરાયો હતો. એસઓજીએ ટેકનિકલ સર્વેલન્સ ટીમની મદદ મેળવી દબાવેલા પગેરા દરમ્યાન બમથીયા ગામમાંથી નાંદોદ તાલુકાના વાંદરીયા ગામનો રાજદીપ ખુશાલભાઈ તડવી નામનો શખ્સ એક સગીરા સાથે મળી આવ્યો હતો. તેની પુછપરછ કરાતા તેણે દોઢેક વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કર્યાની કબુલાત આપી છે. પોલીસે ચૌદેક વર્ષની તરૃણીને પણ તેના પરિવારને સોંપવાની તજવીજ કરી છે.

close
Ank Bandh
close
PPE Kit