જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ડોર-ટુ-ડોર સર્વેનો પ્રારંભ

જામનગર તા. ૪ઃ જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. જે અન્વયે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ઘરે-ઘરે સર્વે કરી કામગીરી કરવામાં આવી રહી છે.

જેમ કે ડ્રાય-ડે, જનજાગૃતિ અભિયાન જેમાં રેડિયો જાગૃતિ, પત્રિકા વિતરણ, બેનર દ્વારા જાણકારી, ખાડા-ખાબોચીયામાં ઓઈલ છંટકાવ, ગપ્પી ગુંબશીયા માછલી મૂકવી વિગેરે જેવી ધનિષ્ઠ કામગીરી કરીને ડેન્ગ્યૂનો રોગચાળો અટકાવવા પગલા લેવામાં આવી રહ્યાં છે.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બથવાર, જિલ્લા મેલેરીયા અધિકારી જે.એન. પારકરની દેખરેખ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit