Advertisement

જસ્ટિસ અરવિંદકુમારે લીધા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ

કર્ણાટક હાઈકોર્ટમાં જજ હતાં

અમદાવાદ તા. ૧૩ઃ કર્ણાટક હાઈકોર્ટના જજ અરવિંદકુમારની ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક થતાં તેઓએ રાજભવનમાં શપથ લીધા હતાં.

કર્ણાટક હાઈકોર્ટના જજ અરવિંદકુમારની ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક થતાં તેઓએ આજે શપથ લીધા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્ય૫ાલે શપથ લેવડાવ્યા હતાં.

ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ અરવિંદકુમારની નિમણૂક કરવામાં આવી છે. ભારત સરકારના કાયદા મંત્રાલય દ્વારા અધિકૃત રીતે આ અંગેનો ઓર્ડર જારી કરવામાં આવ્યો છે. જસ્ટિસ અરવિંદ કુમાર હાલ કર્ણાટક હાઈકોર્ટમાં જજ તરીકે કાર્યરત હતા અને તેમણે વર્ષ ૧૯૮૭ માં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૃ કરી હતી.

જસ્ટિસ અરવિંદ કુમારે શરૃઆતમાં સિવિલ કોર્ટ, મેજિસ્ટ્રેટ કોર્ટ, અપીલ ટ્રિબ્યુનલમાં લગભગ ૪ વર્ષ સુધી પોતાની સેવા આપી હતી. ત્યારપછી તેમણે હાઈકોર્ટમાં વકીલાત કરી વર્ષ ૧૯૯૯ માં કર્ણાટક હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારના વધારાના સ્થાયી સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

આ સિવાય તેઓની વર્ષ ર૦૦પ માં ભારતના સહાયક સોલિસિટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે વર્ષ ર૦૦૯ થી કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપી રહ્યા હતાં અને હવેથી હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળશે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit