Advertisement

જોડિયામાં નવ મહિનાથી સ્ટ્રીટ લાઈટો બંધ

જોડિયા તા. ર૯ઃ જામનગરના જોડિયા ગામમાં છેલ્લા ૯ મહિનાથી સ્ટ્રીટ લાઈટો બંધ અવસ્થામાં હોવાથી અંધારપટ છવાયેલો છે. ગ્રામજનોને સૂર્યાસ્ત પછી ઘરની બહાર નીકળવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ મુદ્દે જોડિયા જનહિત ગ્રુપના રમેશભાઈ ચંદારાણા, પદુભાઈ નકુમ, ભરતભાઈ ગણાત્રા, સંજયભાઈ ચૌહાણ, વિપુલભાઈ ચુડાસમા વિગેરે દ્વારા સરપંચથી લઈને સાંસદ અને મુખ્યમંત્રી સુધી મૌખિક તથા લેખિત રજૂઆતો કરવામાં આવી છે.

પીજીવીસીએલનું સ્ટ્રીટ લાઈટનું લગભગ અઢાર લાખનું વીજ બીલ ચૂકવવાનું બાકી હોવાથી અંધારપટ થઈ ગયો હોવાની પણ ચર્ચા છે. ગ્રામ પંચાયત ગ્રાન્ટના ભરોસે અજવાળું થવાની રાહ જોઈ રહી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit