વાડીનાર કલસ્ટરના ચૌદ ગામોમાં મીની ટ્રક તથા ઈ-રિક્ષાનું લોકાર્પણ

ખંભાળીયા તા. ૪ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયામાં શ્યામા પ્રસાદ મુખર્જી રૃર્બન મિશન અંતર્ગત ધન કચરાના નિકાલ માટે મીની ટ્રક અને ઈ રીક્ષા વિતરણ સમારોહ સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત પટાંગણમાં યોજાયો હતો.

આ તકે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, શ્યામપ્રસાદ મુખર્જી રૃર્બન મિશનનો હેતુ ગામડાઓના સમૂહ (કલ્સ્ટર) નો વિકાસ કરવાનો છે. જે ગ્રામીણ સમુદાયના જીવનમાંના સારને જાળવી રાખી સમાનતા અને સમાવિષ્ટતા પર ધ્યાન કેન્દ્રિત કરી શહેરી વિસ્તારમાં આવશ્યકરૃપે આપવામાં આવતી સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુમાં વધુ મળી રહે. ગામડાઓ સ્વચ્છ અને સુઘડ બને તે છે. ગામડાઓના નાગરિકોને શહેરમાં આવવું ન પડે તે માટે તમામ પ્રકારની યોજનાઓ સરકારે પૂરી પાડી છે. વાડીનાર કલ્સ્ટરના ૧૪ ગામોમાં ડોર-ટુ-ડોર વેસ્ટ કલેકશન માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફત મીનીટ્રક અને ઈ-રિક્ષાનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમણે ઉપસ્થિત સરપંચને સરકારની યોજનાઓ મુજબ ગામમાં જરૃરિયાત મુજબની સુવિધાઓ ઊભી કરવા જણાવ્યું હતું.

આ મિશન અંતર્ગત સાંસદે આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાને કૌશલ્ય વર્ધન તાલીમ, કૃષિ સેવાઓ ડિઝિટલ સાક્ષરત, પાણીની વ્યવસ્થા, પ્રવાહી અને ધન કચરાનું વ્યવસ્થાપન, ગામડાઓ સ્વચ્છ અને સુઘડ બને, ગામથી ગામને જોડતા આંતરિક રસ્તાઓ, સ્ટ્રીટલાઈટ, આરોગ્ય, શાળાઓનું અપગ્રેડેશન વિગેરે સુવિધાઓ ગામડાઓમાં ઊભી થાય તે જોવા જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પી.એસ. જાડેજાએ કાર્યક્રમ અનુરૃપ ઉદ્બોધન કરી આભારવિધિ કરી હતી. સ્વાગત પ્રવચન ડીઆરડીએના નિયામક શ્રી વાસ્તવે તથા કાર્યક્રમનું સંચાલન જ્યોતિષ ચૌધરીએ કર્યુ હતું. આ કાર્યક્રમમાં ગ્રામ ગ્રહ નિર્માણબોર્ડના અધ્યક્ષ મૂળુભાઈ બેરા, નગરપાલિકા પ્રમુખ શ્વેતાબેન શુકલ, કાળુભાઈ ચાવડા, મશરીભાઈ નંદાણીયા સહિત આગેવાનો, જિલ્લા પંચાયત સદસ્ય, લગત ગામના સરપંચો, કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી જાડેજા તેમજ લગત વિભાગ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit