આકાશીય વીજળીથી બચવાના પગલાંઓ

હાલમાં વર્ષાઋતુમાં જામનગર જિલ્લામાં વીજળી પડવાને કારણે તથા પાણીના પ્રવાહમાં તણાવના કારણે માનવ/પશુ મૃત્યુના બનાવ બનવા પામેલ છે, તો આ અંગે આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવાના પગલાંઓ જેવા કે, જ્યારે ઘરની અંદર હોય ત્યારે વીજળીથી ચાલતા ઉપકરણોથી દૂર રહેવું, તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરવો, બારી-બારણા અને છતથી દૂર રહેવું, વીજળીના વાહક બને તેવી કોઈપણ ચીજવસ્તુથી દૂર રહેવું, ધાતુથી બનેલા પાઈપ, નળ, ફૂવારો, વોશબેસીન વિગેરેના સંપર્કથી દૂર રહેવું, આકાશીય વીજળી સમયે જો ઘરની બહાર હોવ તો ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે જેથી તેનો આશરો લેવાનું ટાળો, આસપાસ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશરો લેવાનું ટાળો અને ટોળામાં રહવાને બદલે છૂટાછવાયા વિખરાઈ જાઓ, મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય. મુસાફરી કરતા હોવ તો વાહનમાં જ રહો, મજબૂત છતવાળા વાહનમાં રહો.

ધાતુની વસ્તુનો બહાર ઉપયોગ ન કરો, ધાતુની વસ્તુઓ જેવી કે બાઈક, ઈલેક્ટ્રીક કે ટેલિફોનના થાંભલા, તારની વાડ, મશીનરી વિગેરેથી દૂર રહો, પાણી વીજળીને આકર્ષે છે, તેથી પૂલ, તળાવો અને જળાશયોથી દૂર રહો, પાણીમાં હોવ તો બહાર આવી જાવ. તમારા માથાના વાળ ઉભા થઈ જાય, ચામડીમાં ઝણઝણાટ થાય તયરે તાત્કાલિક નીચા નમીને કાન ઢાંકી દેવા, કારણ કે તમારી આસપાસ વીજળી ત્રાટકવા ઉપર છે તેમ સમજવું અને જમીન પર સૂવું નહીં અથવા તો જમીન પર હાથ ટેકવવા નહીં.

આકાશીય વીજળીનો ઝટકો લાગે તો વીજળીનો આંચકો લાગેલ વ્યક્તિને જરૃર જણાય તો કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ અને તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી જોઈએ. વીજળીની સલામતી માર્ગદર્શિકા એ ૩૦-૩૦ નો નિયમ છે, વીજળી જોયા પછી ૩૦ ની ગણતરી શરૃ કરવી, જો તમે ૩૦ ની પહોંચતા પહેલા ગાજવીજ સાંભળશો, તો ઘરની અંદર જાઓ. ગર્જનાના છેલ્લા તાળા પછી ઓછામાં ઓછા ૩૦ મિનિટ પ્રવૃત્તિઓ સ્થગિત કરો. ઈલેક્ટ્રિક વીજ ઉપકરણો નુકસાન ન થાય તે માટે હંમેશાં અર્થીગ રાખો. હાલની ઋતુમાં લોકો આ જાગૃતિના પગલાં લઈ જીવન સુરક્ષિત બનાવી શકે છે તેમ નિવાસી અધિક કલેક્ટર, જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવેલ છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit