Advertisement

કલ્યાણપુરના રાણમાંથી અંગ્રેજી શરાબની ૬૪ બોટલ સાથે એક ઝબ્બે

આરોપીએ આપ્યું સાગરીતનું નામઃ

ખંભાળિયા તા. ૨૦ઃ કલ્યાણપુરના રાણ ગામમાં પોલીસે દરોડો પાડી એક શખ્સને શરાબની ૬૪ બોટલ સાથે પકડી પાડયો છે. તેણે એક સાગરીતનું નામ આપ્યું છે. પોલીસે બોટલ, બાઈક, બે મોબાઈલ કબ્જે લીધાં છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં અંગ્રેજી શરાબનો જથ્થો પડયો હોવાની બાતમી પરથી કલ્યાણપુરના પીએસઆઈ એફ. બી. ગગનીયા તથા સ્ટાફે દરોડો પાડયો હતો. ત્યાંથી અરજણભાઈ જેઠભાઈ ગાધેર નામનો શખ્સ અંગ્રેજી શરાબની ૬૪ બોટલ સાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની બાઈક તથા બે મોબાઈલ કબ્જે કર્યાં છે. આ શખ્સે પોતાના સાગરીત દેરાજ રામાભાઈ સાખરાનું નામ આપ્યું છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit