Advertisement

હાલારના જિલ્લાઓના રેલવે સુવિધાના પ્રશ્નો અંગે લોકસભામાં ધારદાર રજૂઆત

સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા

જામનગર તા. ર૯ઃ સંસદના ચોમાસું સત્રમાં જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમે લોકસભામાં ાલારના જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રેલવે સુવિધાના પ્રશ્નોની ધારદાર રજૂઆત કરી હતી.

જામનગર જિલ્લાના કાલાવડ, ધ્રોળ તથા જોડિયા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામજોધપુર, લાલપુર, ભાણવડને નહીંવત્ ટ્રેઈન કનેક્ટિવિટી છે. તેમાંય કાલાવડ, ધ્રોળ અને જોડિયા તો રેલવે લાઈન સાથે આજની તારીખે પણ જોડાયેલ નથી. ઓખા સુધી રેલવેના ડબલ ટ્રેક તેમજ ઈલેક્ટ્રીફિકેશનના કામ અંગે તેમણે વિગતો માંગી હતી. રાજકોટ-પોરબંદર વાયા વાંસજાળિયા ટ્રેન શરૃ કરવા તેમણે માંગણી કરી હતી. આ પ્રશ્નોના જવાબમાં રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે, કાનાલુસ સુધી ડબલ ટ્રેકનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થશે. આ ઉપરાંત રેલવે કનેક્ટિવિટી, ટ્રેઈનો વધારવા જેવા અનય પ્રશ્નો અંગે તેમણે સંસદસભ્ય પૂનમબેન માડમને તેમના કાર્યાલયમાં રૃબરૃ મળવા બોલાવી ચર્ચા-વિચારણા કરવા જણાવ્યું હતું.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit