| | |

પ્રદર્શન ગ્રાઉન્ડમાં કરાયુ રાવણદહનઃ હજારોની જનમેદની ઉમટી

 જામનગરના સિંધી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજ્યા દસમી પર્વ નિમિત્તે પ્રદર્શન ગ્રાઉન્ડમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળા દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સિંધી સમાજ દ્વારા રામ-લક્ષ્મણ-સીતા-હનુમાન વિગેરેના પરિવેશ ધારણ કરેલ કાર્યકર્તાઓ સાથેની વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જે પ્રદર્શન ગ્રાઉન્ડમાં સંપન્ન થઈ હતી. જ્યાં રામ-રાવણની સેના વચ્ચે યુદ્ધ ખેલાયું હતું અને ત્યાર પછી રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના વિશાળ કદના ફટાકડાથી ભરેલા પૂતળાઓનું દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસદસભ્ય પૂનમબેન માડમ, મેયર હસમુખભાઈ જેઠવા, પૂર્વમંત્રી પરમાણંદભાઈ ખટ્ટર, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂતળા દહનનો કાર્યક્રમ નિહાળવા હજ્જારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. (તસ્વીરઃ નિર્મલ કારીયા)

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit