શારદાપીઠ દ્વારા સંસ્કૃતનું શિક્ષણ નવી પેઢી માટે માર્ગદર્શકઃ હકુભા

દ્વારકા તા. ૧૫ઃ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાએ શારદાપીઠમાં દંડી સ્વામી સદાનંદજીના આશીર્વાદ મેળવ્યા પછી જણાવ્યું હતું કે શારદાપીઠ સંચાલિત સંસ્થાઓ દ્વારા અપાતુ સંસ્કૃતનું શિક્ષણ નવી પેઢી માટે માર્ગદર્શક છે. તેઓએ દ્વારકાધિશના દ્વારેથી જનતાને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી.

દ્વારકા શારદાપીઠના દંડી સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી સાથે ગઈકાલે રાજ્યમંત્રી હકુભા જાડેજાએ મુલાકાત લઈ તેમના મકરસંક્રાંતિના પર્વ પ્રસંગે આશીર્વાદ મેળવ્યા હતા, સદાનંદજી મહારાજ સાથેની મુલાકાત દરમ્યાન દ્વારકામાં શારદાપીઠ દ્વારા નવનિર્માણ થનાર શંકરાચાર્ય ગુરૃકુળની ચર્ચાથી હકુભા ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેમણે કહ્યું હતું કે બહુ સારી વાત છે કે હિન્દુ ધર્મના સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને આજની નવી પેઢીને સંસ્કૃત ભાષાનું શિક્ષણ શારદાપીઠના ધર્માચાર્યના માર્ગદર્શન હેઠળ મળશે તે હિન્દુ ધર્મ માટે ખૂબ જ નોંધનીય છે, અને નવી પેઢી માટે માર્ગદર્શક બનશે. સંસ્કૃત ભાષા માટે આ ગુરૃકુળ ભારતનું સૌથી શ્રેષ્ઠ સંસ્કૃત શિક્ષણનું કેન્દ્ર બને તેવી શુભેચ્છા પણ તેમણે પાઠવી હતી. 

close
Ank Bandh
close
PPE Kit