Advertisement

રેકર્ડબ્રેક અખંડ રામ ધૂનનો પ૮ મા વર્ષમાં મંગલમય પ્રવેશ

આગામી તા. ૧ લી ઓગસ્ટે

જામનગર તા. ર૯ઃ જામનગરના આંગણે પૂ.શ્રી પ્રેમભિક્ષુજી મહારાજે તા. ૧-૮-૧૯૬૪ ના શુભ દિને 'શ્રી રામ જય રામ જય જય રામ' મંત્ર ઉચ્ચારી તળાવની પાળે શુભ શરૃઆત કરાવી હતી. જામનગરના ઈતિહાસમાં સૂવર્ણ અક્ષરે તા. ૧-૮-૧૯૬૪ લખાણી છે.

જામનગરમાં પાકિસ્તાન સાથેનું યુદ્ધ થયું, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને છેવટે કોવિદ જેવી મહામારી આવી, પરંતુ આ રામ ધૂન અખંડ એક ક્ષણ પણ બંધ નથી થઈ. તેમાં હનુમાનજી મહારાજની કૃપા ગણવી જોઈએ, પણ સાથે જામનગરની પ્રજાનો પણ સાથ સહકાર ભૂલી શકાય તેમ નથી.

આ મંદિરનું નામ ગિનિઝ બુક રેકોર્ડમાં બે વખત આવી ચૂક્યુંછે. વિશવ રેકોર્ડ રામ ધૂનનું મદિર ગુજરાતમાં માત્ર એક જ છે, તે ગુજરાત માટે ગૌરવ સમાન છે. આ સંકીર્તન મંદિરમાં દેશ-વિદેશથી પણ લોકો આવે છે. ઉપરાંત મોટી કંપનીમાં આવતા તથા સરકારી ક્ષેત્રે આવતા દરેક મહેમાનો અચૂક દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે.

પ૭-વર્ષના મહિના ૬૮૪, ૬૮૪ મહિનાના દિવસો ર૦,૮૦પ, ર૦,૮૦પ દિવસોના કલાકઃ ૪,૯૯,૩ર૦, ૪,૯૯,૩ર૦ કલાકની મિનિટ ર,૯૯,પ૯,ર૦૦-સેકન્ડ ગણીએ તો સૌનું હૃદય પૂલકિત થઈ જશે. આ અખંડ રામ નામ મંતરના નાદ્ઘોષથી આજ દિવસ સુધી કોઈને આચ આવી નથી, કારણ કે આપણા ઉપર રામ નામનો વરસાદ વરસતો રહે છે. પ૭ વર્ષમાં રામ નામ કેટલા કેટલા લેવાયા તે જોઈ શકાય છે. લાખો માણસોના મૂખેથી લેવાય તો કેટલી ઊર્જા પ્રગટ થાય તે કલ્પનાતીત છે.

આગામી તા. ૧-૮-ર૦ર૧ ના સાંજે ૭ વાગ્યે મહા આરતીનો લાભ લેવા જામનગરની જનતાને અનુરોધ છે અને પ્રભુ રાજા રામ પાસે પ્રાર્થના કરીએ કે, હાલ આવેલ કોરોનામાંથી સમગ્ર વિશવ અને ભારત મુક્ત થાય.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit