Advertisement

આવતીકાલે નવરંગ નેચર ક્લબ-રાજકોટ દ્વારા કલમી રોપાઓનું રાહત દરે વિતરણ

જામનગર તા. ર૪ઃ જામનગરમાં આવતીકાલે તા. રપ-૭-ર૦ર૧ ના ડીસીસી હાઈસ્કૂલના મેદાનમાં રાજકોટની નવરંગ નેચર ક્લબના પ્રમુખ વી.ડી. બાલાના નેતૃત્વમાં રાહત દરે ફળાઉ કલમી રોપાઓનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ઈઝરાયલી ખારેક, વિવિધ જાતના ફળાઉ રોપાઓ, વિવિધ જાતના ફૂલછોડ, ગાય આધારીત ચીજવસ્તુઓ, મધ, પૂંઠાના ચકલી ઘર, પ્લાસ્ટિકના ચબુતરા, દેશી ઓસડીયા, એલોવેરા જેલ, પેશન ફ્રૂટ (મટુંગા, કૃષ્ણફળ) ના રોપા વિગેરેનું રાહત દરે વિતરણ કરવામાં આવશે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit